માર્ગદર્શન:જિલ્લામાં સંતોએ 35 હજાર છાત્રોને ઉચ્ચ જીવન ઘડતરના પાઠ ભણાવ્યા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલનપુરના 100થી વધુ બાળકો આ અભિયાનમાં જોડાયા છે અને હજારો લોકોને વ્યસનમુક્ત કરી રહ્યા છે. - Divya Bhaskar
પાલનપુરના 100થી વધુ બાળકો આ અભિયાનમાં જોડાયા છે અને હજારો લોકોને વ્યસનમુક્ત કરી રહ્યા છે.
  • પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી ઉપક્રમે બનાસકાંઠા જિલ્લામાં સારંગપુરથી સંતોએ ઘરે ઘરે જઈ વ્યસનમુક્તિનું માર્ગદર્શન આપ્યું

BAPS સંસ્થાના બાળકો ઉનાળુ વેકેશન છોડી ઘરેઘરે જઈ અનેક લોકોને વ્યસનમુક્ત બનાવી પ્રેરણા આપી રહ્યા છે. પાલનપુરના 100થી વધુ બાળકો આ અભિયાનમાં જોડાયા છે અને હજારો લોકોને વ્યસનમુક્ત કરી રહ્યા છે.તેમજ બાલિકાઓ પણ આવા જ એક પ્રકૃતિ સંવર્ધન અભિયાનમાં જોડાયેલ છે. જેઓ ઘરે ઘરે જઈ વૃક્ષ બચાવો, પાણી બચાવો અને વીજળી બચાવવા માટે લોકોને સંકલ્પબદ્ધ કરી રહ્યા છે. તેઓએ અત્યાર સુધીમાં 6000 ઘરોનો સંપર્ક કર્યો છે અને આ અભિયાન 30મે સુધી ચાલનાર છે.

ભગવાન સ્વામીના આધ્યાત્મિક અનુગામી અને બીજામાં આપણું જીવન મંત્ર દ્વારા વિશ્વભરના લાખો લોકોને આધ્યાત્મિક માર્ગે ચલાવનાર વિશ્વ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ચાલી રહયો છે. ત્યારે સ્વામી મહારાજે પોતાની જીવનકાળ દરમ્યાન 31 શિક્ષણ સંકુલોને સંસ્કાર અને શિક્ષણની પ્રાચીન પરંપરાને જીવંત કરી છે. જ્યાં 75 શાળાઓનું નવનિર્માણ, 23થી વધુ શૈક્ષણિક સંકુલ અનુદાન, પ્રતિવર્ષ 5 હજારથી વધુ છાત્રોને આર્થિક સહાય તેમજ શિક્ષણ સેવા દ્વારા પ્રમુખસ્વામી મહારાજે લાખો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિના ઘડવૈયા તરીકે રહ્યા છે.

બનાસકાંઠા વિસ્તારમાં પણ બાળકોમાં સંસ્કારના સિંચન માટે બીએપીએસ સંસ્થાના સંતો દ્વારા મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી 350થી વધુ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની મુલાકાત લઇ 35 હજારથી વધુ બાળકોને જીવન ઘડતરના પાઠ શીખવવામાં આવેલો. આ ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજએ પુરુષાર્થ + પ્રાર્થના = સફળતાનો સૂત્ર છાત્રોને જાત મહેનત અને ભગવાનમાં શ્રદ્ધા કેળવવાથી સફળતાનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે.

જ્ઞાનવત્સલ સ્વામીના પ્રવચનો યોજાશે
અત્રે ઉલ્લેખનીય છે કે બીએપીએસ સંસ્થામાં 9500થી વધુ દેશ-પરદેશમાં બાળ સત્સંગ કેન્દ્રો ચાલે છે. જેમાં દર અઠવાડિયે બાળકોને આદર્શ બાળક, આદર્શ વિદ્યાર્થી અને આદર્શ નાગરિક બનવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે આ સાથે બનાસકાંઠાના અનેક બીએપીએસ સંસ્થાના બાળકો પોતાનું ઉનાળુ વેકેશનની મજા છોડી ઘરે ઘરે જઈ અનેક લોકોને વ્યસન મુક્ત જીવન જીવવાની પ્રેરણા આપી રહ્યા છે. બીએપીએસ સંસ્થા દ્વારા જીવન માંગલ્ય પ્રવચન માળાનું આયોજન કરવામાં આવેલ છે આ પ્રવચનમાળા આજે બુધવારે તા.25 થી 29 મે દરમિયાન દરરોજ રાત્રે 8.30 કલાકે પાલનપુરમાં યોજાવા જઇ રહ્યો છે. જેમાં વિશ્વ વિખ્યાત વક્તા સંતો પૂ.ડૉ જ્ઞાનવત્સલ સ્વામી અને પૂ. અપૂર્વમુનીસ્વામી લાભ આપવાના છે.

અન્ય સમાચારો પણ છે...