થરાદની જનતાને શાહનો વાયદો:અમિતશાહે કહ્યું- તમે શંકર ચૌધરીને મત આપો એમને મોટું પદ આપવાનું કામ અમે કરશું

બનાસકાંઠા (પાલનપુર)6 દિવસ પહેલા

થરાદની ગાયત્રી વિદ્યાલય ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની આગેવાનીમાં ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન મળ્યું હતું. આ જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ થરાદ બેઠક પરથી ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીને અને વાવ બેઠક પરથી સ્વરૂપજી ઠાકોરને જંગી બહુમતીથી જીતાડવા હાંકલ કરી હતી. અમિતશાહે કહ્યું કે, તમે શંકર ચૌધરીને મત આપો એમને મોટું પદ આપવાનું કામ અમે કરશું.

નર્મદા યોજનાનું ભુમી પૂજન જવાહરલાલ નહેરૂએ કર્યું હતુંઃ અમિત શાહ
આ જનસભામાં ઉપસ્થિત હજારોની જનમેદનીને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, તમે શંકર ચૌધરીને મત આપો એમને મોટું પદ આપવાનું કામ અમે કરશું. કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસે કેટલાય વર્ષો સુધી નર્મદા યોજનાને રોકી હતી, નર્મદા યોજનાનું ભુમી પૂજન મારા જન્મ પહેલા જવાહરલાલ નહેરૂએ કર્યું હતું. ત્યારબાદ ગાંધી અને નહેરૂ પરિવારે યોજનાને આગળ જ ન વધવા ન દીધી. નર્મદા યોજના સતત આગળ ઠેલાતી ગઈ. વર્ષો સુધી નર્મદા યોજનાને અટકાવી રાખનાર કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી આજે યાત્રા કરવા નિકળ્યાં છે અને તે પણ મેધા પાટકરની સાથે યાત્રા કરી રહ્યા છે. 20 વર્ષ સુધી જે મેધા પાટકરે બનાસકાંઠાને નર્મદાનું પાણી ન પહોંચવા દીધું તેની સાથે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. વિકાસ અને કોંગ્રેસ બન્નેને બનતું જ નથી. સુરક્ષા અને કોંગ્રેસ બન્ને બનતું જ નથી.
સરકારે પશુપાલકો માટે યોજના બનાવીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી
વધુમાં જણાવ્યું કે, એક સમયે અંબાજી મંદિક કેવુ હતું એ આપ સૌ જાણો છો, જ્યારે આજે ભાજપ સરકારમાં અંબાજીમાં ભવ્ય સુવીધાઓથી સમર્ધ બન્યુ છે. આજે અહિં દેશ-વિદેશમાંથી પર્યટકો પધારી રહ્યાં છે. સરકારે પશુપાલકો માટે અનેક યોજના બનાવી. જેથી બનાસકાંઠામાં દુધ ઉત્પાદન ખુબ વધ્યું છે. નળા બેટમાં આજે ટુરીઝમનો સારો એવો વિકાસ થયો છે. બનાસકાંઠાને આજુબાજુના જિલ્લાને જોડતા હાઈવે બનાવવામાં આવ્યાં. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા જ સૌથી પહેલા સરદાર સરોવરનું કામ હાથમાં લીધુ. જેના પગલે આજે બનાસકાંઠામાં સિંચાઈનું પાણી પહોચ્યું છે.

અન્ય સમાચારો પણ છે...