અભિયાન:માટી બચાવો અભિયાન માટે ઇશા ફાઉન્ડેશનના સદગુરુ 31મી મેના દિવસે બનાસકાંઠામાં પધારશે

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 100 દિવસથી 24 દેશોની બાઈક પર મુસાફરી કરી બ.કાં.માં સમાપન

માટી બચાવો અભિયાન માટે ઇશા ફાઉન્ડેશનના સદગુરુ 31મી મે એને બ.કા. આવશે અને બનાસવાસીઓને માટી બચાવો અભિયાનમાં જોડશે સમગ્ર વ્યવસ્થા બનાસ મેડિકલ કોલેજ મોરિયાના સંકુલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સદગુરૂ 100 દિવસમાં 24 દેશોની બાઈક પર મુસાફરી કરી બ.કા.માં સમાપન કરશે.

ખેતી આધારિત બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી દ્વારા જળ, જમીન અને પર્યાવરણ જન જાગૃતિ અભિયાન ચાલે છે. જે અંતર્ગત સદગુરુ ઈશા ફાઉન્ડેશન, (કોઈમ્બતૂર) પાલનપુરમાં તા. 31 મે એ આવશે. બનાસ ડેરી સદગુરુની યજમાની કરશે, કાર્યક્રમ અંગેની વિગતો આપતા ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે " સદગુરૂ હાલમાં યુરોપ, મધ્ય એશિયા અને મિડલ ઇસ્ટના દેશમાં દુનિયાનું ધ્યાન ઝડપથી લુપ્ત થઈ રહેલી માટી તરફ આકર્ષિત કરવા માટે 100 દિવસની 30 હજાર કિલોમીટરની એકલી મોટરસાઈકલની યાત્રા પર છે.

સદગુરુ 20 હજારથી વધારે ખેડૂતો અને ગુજરાતના અગ્રણી વ્યક્તિઓ, મેડિકલના વિદ્યાર્થીઓને 31 મે ના રોજ સંબોધિત કરશે. સાથે ડેરીની મુલાકાત પણ લેશે. વૈશ્વિક ધોરણે માન્યતા પ્રાપ્ત માટી બચાવો અભિયાનના સંસ્થાપક સદગુરુ એ આ વર્ષે માર્ચમાં આખા વિશ્વમાં માટીના પતનને રોકીને અધોગતિને પાછી વાળવાની તાત્કાલિક જરૂરિયાત માટે માટી બચાવો યાત્રા શરુ કરી છે. તેઓ મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં જામનગરના રોઝી બંદરથી ભારતમાં પ્રવેશ કરશે. ખેડૂતો રાસાયણિક ખાતર બંધ કરી ઓર્ગેનિક ખેતી કરે અને તેમની પ્રોડક્ટ બનાસ ડેરી ખરીદી કરશે અને વૈશ્વિક માર્કેટ ઉભુ કરશે. આ પ્રયાસથકી લોકો વધારે સ્વસ્થ, વધારે કાર્યક્ષમ થશે .

અન્ય સમાચારો પણ છે...