ધમપછાડા:પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલને પાછા લાવવા ધમપછાડા

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક સપ્તાહથી પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસરની નિમણૂંક થઈ નથી
  • ભાજપના જ કેટલાક પદાધિકારીઓએ જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખ્યો

પાલનપુર પાલિકામાં તત્કાલીન ચીફ ઓફિસર ગૌરાંગ પટેલને પાછા લાવવા માટે પાલનપુરની એક લોબીએ ધમપછાડા શરૂ કર્યા હોવાની ચર્ચાઓ એ જોર પકડ્યું છે. જેમાં ભાજપના જ કેટલાક પદાધિકારીઓએ જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખીને પાલનપુર નગરપાલિકામાં ચીફ ઓફિસર પદે પુન: ગૌરાંગ પટેલને મૂકવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.પાલનપુર પાલિકાના ચીફ ઓફિસરની ખાલી જગ્યામાં હજુ રેગ્યુલર ચીફ ઓફિસર મૂકવામાં ન આવતા અવઢવની સ્થિતિ સર્જાઈ છે. પાછલા એક સપ્તાહથી ધાનેરા પાલિકાના ચાર્જમાં પાલનપુર પાલિકા ચાલી રહી છે.

ચીફ ઓફિસર પદે ગૌરાંગ પટેલ આરૂઢ હતા. જેમની આકસ્મિક બદલી કરી દેવામાં આવી હતી. જે બાદ અગાઉ રહી ચૂકેલા પંકજ બારોટને ચીફ ઓફિસર પદે મૂકવામાં આવ્યા હતા. તેમની પણ ત્રણ ચાર દિવસમાં રાજ્ય સરકાર દ્વારા બદલી કરી દેવામાં આવી હતી. પરંતુ તે બદલીની સામે પાલનપુર ચીફ ઓફિસરની જગ્યા ખાલી રખાઈ હતી. આ જગ્યા ખાલી કયા કારણોસર રાખવામાં આવી હતી તેનો કોઈ ફોડ ભાજપ સંગઠન દ્વારા કે સરકાર દ્વારા પાડવામાં આવ્યો નથી. ખાલી પડેલી જગ્યાનો ચાર્જ ધાનેરા પાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારીને આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...