ગમખ્વાર અકસ્માત:ડીસા-થરાદ રોડ પર ચાલુ રીક્ષાનું અચાનક ટાયર ફાટ્યું, રીક્ષામાં બેઠેલા 5થી વધુ લોકોને ઇજા

પાલનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ડીસા સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા

બનાસકાંઠામાં ડીસા-થરાદ હાઇવે પર ચાલુ રીક્ષાનું અચાનક ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં રીક્ષામાં બેઠેલા લોકોને ગંભીર ઇજા પહોંચતાં તેમને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને નેશનલ હાઈવે પર છેલ્લા એક અઠવાડિયામાં અનેક નાના-મોટા અકસ્માત સર્જાયા છે. જેમાં અત્યાર સુધી અનેક લોકોના મોત પણ થયા છે. આજે બુધવારે ડીસાના કાપરાથી એક રીક્ષા ડીસા તરફ આવી રહી હતી. તે સમયે અચાનક રીક્ષાનું ટાયર ફાટી જતાં રીક્ષા રોડ પર પલટી ખાઇ જતા અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં રીક્ષામાં સવાર ચાર જેવા મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી. જેથી તાત્કાલિક તેમને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક યુવકની હાલત ગંભીર હોવાના કારણે તેને વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...