રિક્ષાની ટક્કરે બાઇક ચાલકે જીવ ગુમાવ્યો:શિહોરી-પાટણ હાઈવે પર રિક્ષા-બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બાઇક ચાલકનું મોત, એક ગંભીર રીતે ઘાયલ

બનાસકાંઠા (પાલનપુર)13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી

શિહોરી-પાટણ હાઈવે ઉપર બાઈક અને રિક્ષા વચ્ચે અરડૂવાડા નજીક અકસ્માત સર્જાઇ હોવાની ઘટના સામે આવી છે. જેમાં રિક્ષામાં સવાર એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને બાઇક ચાલક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ઘાયલ વ્યક્તિઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી પહોંચી હતી. બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકના મોતને પગલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

અકસ્માતમાં એકનું મોત, એક ઘાયલ
​​​​​​​બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનું સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં રાત્રી દરમિયાન શિહોરી-પાટણ હાઇવે પર અરડૂવાડા નજીક રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા જ બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આજુબાજુના લોકોએ ઘટનાસ્થળે પહોંચી અકસ્માતમાં ઇજાગ્રસ્તને નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે અકસ્માતમાં બાઇક ચાલક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...