સંકલ્પ:વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાલનપુરમાં તિરૂપતી રાજનગર સોસાયટીમાં 1000 વૃક્ષ વાવવાનો સંકલ્પ

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગતવર્ષે 2500 વૃક્ષોનું વાવેતર કરી તેને ઉછેરતાં સોસાયટીમાં હરીયાળી જોવા મળી

પાલનપુરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમીત્તે રવિવારે આબુ હાઇવે સ્થિત આવેલી સોસાયટીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.જ્યાં દરવર્ષની જેમ આ વર્ષે પણ પર્યાવરણ પ્રેમીઓએ 1000 વૃક્ષનું વાવેતર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમીત્તે ઠેર-ઠેર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ન્યુ પાલનપુર વિસ્તારની તિરૂપતી રાજનગર સોસાયટીમાં રવિવારે વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં એક હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.આ અંગે સોસાયટીના પ્રમુખ કનુભાઇ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, તિરૂપતી રાજનગરમાં વિશ્વ પર્યાવરણના દિવસે વૃક્ષા રોપણ કરવામાં આવ્યુ હતુ જેમાં અગાઉના વર્ષ 2500 જેટલા વૃક્ષોનું વાવેતર કરી ઉછેરવામાં આવતા સોસાયટીમાં હરીયાળી જોવા મળી રહી છે.તેમજ આ વખતે 1000 વૃક્ષનું વાવેતર કરી સોસાયટીને હરીયાળી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...