પાલનપુર શહેરના હનુમાન ટેકરી એરોમા સર્કલ થી ડીસા હાઈવે સુધીના હાઈવે વિસ્તારની સોસાયટીઓ શહેરના પોશ વિસ્તારમાં ગણના થાય છે. મોટાભાગનો શિક્ષિત વર્ગ અહીં વસવાટ કરે છે. હાઈવેની આ સોસાયટીઓમાં ગટર વ્યવસ્થા કે ખાળકુવા ન હોવાથી રહીશોને ઘરની બહાર ઘર વપરાશનું પાણી બહાર કાઢવું પડે છે જેના લીધે દિવસભર સોસાયટીના તમામ રોડ પર કાદવ જેવી સ્થિતિનું નિર્માણ થાય છે.
કેટલીક સોસાયટીના રહીશોએ જણાવ્યું કે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા યોગ્ય રીતે ન હોય તો તો તેને જાહેર માર્ગ પર નિકાલ કરી શકાય નહીં. કેટલાક લોકોની લાપરવાહીને લીધે આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થાય છે. વ્યર્થ પાણીના વેડફાટથી રોડ વહેલા તૂટે છે, મચ્છરોનો ત્રાસ થાય છે અને બાળકો ઘરની બહાર પણ નીકળતા નથી. નગરપાલિકાએ આવા ગંદકી કરતા લોકોનું સર્વે કરી તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ. જેથી રહીશો પાણીનો બગાડ કરતા અટકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.