રોષ:પાલનપુરના જનતાનગરના રહીશોએ મહેશ પટેલ માટે પ્રવેશબંધી ફરમાવી

પાલનપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેશ પટેલ અને તેમની સાથેના નગરસેવકોએ પ્રવેશ કરવો નહીં
  • રોડ રસ્તા ગટર સફાઈ ને લગતા મુદ્દાને રહીશોએ રોષ વ્યક્ત કર્યો

પાલનપુરના જનતાનગરમાં રોડ રસ્તા ગટર સફાઈ ને લગતા મુદ્દાને રહીશોએ રોષ વ્યક્ત કરી મહેશ પટેલ માટે પ્રવેશબંધી ફરમાવી હતી. મહેશ પટેલ અને તેમના સાથેના કાઉન્સેલર સાથે અમારા જનતાનગરના વિસ્તારમાં વોટ માગવા માટે પ્રવેશ કરવો નહીં પોતાના અપમાનના જવાબદાર તમે રહેશો" આ પ્રકારના બેનર હાથમાં લઈને જનતાનગર વિસ્તારના લોકોએ નારાજગી દર્શાવી છે. બેનરમાં કેટલાક વેધક પ્રશ્નો નગર સેવકોને પૂછવામાં આવ્યા છે.

જેમાં છેલ્લા દસ વર્ષમાં સમસ્યાઓ માટે મુલાકાત લીધી? રોડ રસ્તા ગટર સફાઈ ને લગતા મુદ્દા વિધાનસભામાં જવાબદાર ધારાસભ્ય તરીકે કેટલી વાર ઉઠાવ્યા? અમારા વિસ્તારના જે કોર્પોરેટર નગરપાલિકામાં છે તેમને વારંવાર રજૂઆત કરવા છતાં પણ વાત ધ્યાને કેમ લેતા નથી? જવાબદાર ધારાસભ્ય તરીકે કેટલીવાર વિસ્તારની મુલાકાત લીધી? કોરોના વખતે કોટ વિસ્તારમાં કેટલી વાર મુલાકાત લીધી? શું મદદ કરી? જેવા વેધક સવાલો મહેશ પટેલ અને કોર્પોરેટરને પૂછતા હોય તેવા બેનર સાથેના વિડીયો વાયરલ થયા છે.

અન્ય સમાચારો પણ છે...