રોષ:પાલનપુર બ્રિજેશ્વર કોલોનીના રહીશોની બેનર સાથે ચીમકી, રોડ નહીં તો વોટ નહીં

પાલનપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ નંબર ત્રણના નગરસેવકને સોસાયટીના રહીશોએ રોકડું પરખાવી દીધું

પાલનપુરમાં બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાં આવેલી ચાર ગલી પૈકી એક ગલીમાં ભેદભાવ પૂર્વક આરસીસી રોડ બનાવવામાં ન આવતા ત્રીજી ગલીના રહીશોએ રોડ નહીં તો વોટ નહીંના બેનર સાથે આક્રોશ વ્યક્ત કરી નારાજગી પ્રગટ કરી છે.

સોસાયટીના રહેશોએ જણાવ્યું હતું કે "જ્યારે રોડ બનવાની શરૂઆત થઈ હતી ત્યારે જ અમે નગરપાલિકામાં જઈને ઉગ્ર રજૂઆત કરી હતી એ વખતે અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું જે બાદ અમે રાહ પણ જોઈ પરંતુ અમને માત્ર લોલીપોપ આપવામાં આવી હતી.

પહેલી ગલીમાં રોડ બન્યો બીજી અને ચોથી ગલીમાં પણ રોડ બન્યો પરંતુ ત્રીજી ગલીનો રોડ કયા કારણથી છોડી દેવામાં આવ્યો તે જણાવવામાં આવ્યું નથી. આ પ્રકારની ભેદભાવની રાજનીતિ સ્થાનિક નગરસેવકોએ ન કરવી જોઈએ. સૌને સમાન અધિકાર છે. આ પ્રકારની નિમ્ન કક્ષાની રાજનીતિમાં સ્થાનિક નગર સેવકોએ ન પડવું જોઈએ."

અન્ય સમાચારો પણ છે...