વરસાદી પાણીના નિકાલની માગ:પાલનપુરની મધુવન સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે જેથી તેમના મકાન ડૂબતા બચી જાય

પાલનપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોસાયટી નીચાણવાળા વિસ્તારમાં હોવાના કારણે મકાનોમાં વરસાદી પાણી ભરાવવાની શક્યતા
  • મધુવન સોસાયટીના રહીશોએ ચીફ ઓફિસરને રજૂઆત કરી

પાલનપુર શહેરના વોર્ડ નંબર 1માં આવેલી મધુવન સોસાયટીના રહીશોએ વરસાદી પાણીના નિકાલ માટે ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. નીચાણવાળા વિસ્તારમાં સોસાયટી હોવાના કારણે મકાનોમાં વરસાદી પાણી ભરાવવાની શક્યતાઓ રહેલી છે. જેને પગલે આજરોજ નગરપાલિકા ખાતે રહીશોએ આવી ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી કે, મધુવન સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે જેથી તેમના મકાન ડૂબતા બચી જાય.

પાલનપુર શહેરના વોર્ડ નં 1 માં આવેલી મધુવન સોસાયટીના રહીશોએ આજરોજ નગરપાલિકા ખાતે આવી તેમની સોસાયટીમાં વરસાદી પાણી ભરાવવાની શક્યતાઓને લઈને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. તેમની સોસાયટીમાંથી વરસાદી પાણીના નિકાલ માટેની તાત્કાલીન રીતે વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરી હતી.

આ અંગે સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર એકમાં આવેલી અમારી સોસાયટી નીચાણવાળા વિસ્તારમાં આવેલી છે. જો વરસાદી પાણીનો નિકાલ કરવામાં ના આવે તો અમારી આખી સોસાયટી પાણીમાં ડૂબી જાય તેવી શક્યતા છે. જેથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે કોઈ પણ સંજોગે વરસાદી પાણોનો નીકાલ કરો જેથી અમારા મકાન ડૂબતા બચી જાય. જેને લઈ અમે રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...