ઇજનેરોના સંગઠન જીઈબી એન્જીનિયર્સ એશોસિયેશનને ઔદ્યોગિક શાંતિ જળવાય અને પ્રશ્નોના નિવારણ માટે મંગળવારે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તથા પ્રશ્નોના નિરાકરણ બાબતે મિટીંગ રાખવા માંગ કરવામાં આવી હતી.
પાલનપુર વર્તુળ કચેરીમાં અધિક્ષક ઇજનેર, જનરલ સેક્રેટરી કે.બી.ચૌધરી, કે.આઈ.પટેલ, એડિશનલ જનરલ સેક્રેટરી એન.એમ.પ્રજાપતિ, એડિશનલ જનરલ સેક્રેટરી એસ.બી.પટેલ, ઝોનલ સેક્રેટરી ડી.એસ.વાઘેલાલ મીડ્યા સેક્રેટરી વાય.એસ.રાવલ, સર્કલ સેક્રેટરી તથા જીઈબીના પાલનપુરના ડી.એસ. અને જી.સી.નાં મેમ્બર દ્વારા પાલનપુર વર્તુળ કચેરીને લગતા પ્રશ્નો બાબતે મંગળવારે મૌખિક તેમજ લેખિત રજુઆત કરવામાં આવી હતી. તથા સદર પ્રશ્નોના નિરાકરણ બાબતે મીટીંગ રાખવા માંગ કરવામાં આવી હતી.
વધુમાં જણાવ્યુ હતું કે એક જ વ્હિકલ ધરાવનાર પેટા વિભાગીય કચેરીને એક વ્હિકલ ચેકીંગમાં મોકલવાથી બીજા કામોમાં અવરોધ ઉભો થતો હોય છે. જેથી અન્ય લક્ષ્યાંક પૂરા કરવામાં પણ તકલીફ પડતી હોય છે. તમામ જીઈબીનાં લીડર દ્વારા ફરજ મોકૂફના કિસ્સામાં આવેદનપત્ર પાઠવી તાકીદ કરી હતી. જો આમ જ ઇજનેરો પર પગલાં લેવામાં આવશે તો જીઈબી દ્વારા આકરા પગલાં લેવાની જરૂર પડશે. વધુમાં જીઈબી દ્વારા ઔદ્યોગિક શાંતિ જળવાય તે હેતુથી સહકારની અપેક્ષા રાખી ઉપરોકત તમામ પ્રશ્નોના નિવારણ માટે અનુરોધ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.