આવેદન:પાલનપુરમાં હસન પાર્ક સોસાયટીના રહીશો દ્વારા પાણીનો બગાડ અટકાવવા રજૂઆત

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુરના માલણ દરવાજા બહાર આવેલ હસન પાર્ક સોસાયટીના રહીશો દ્વાર સોમવારે નગરપાલિકા પાલનપુરના ચીફ ઓફીસરને લેખિતમાં તેમની સોસાયટીમાં થતા પાણીના બેફામ વેડફાટને અટકાવવા માટે રજુઆત કરવામાં આવી હતી.

પાલનપુરની હસન પાર્ક સોસાયટીના રહીશો દ્વારા સોમવારે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફીસરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી જણાવવામાં આવ્યું હતું કે ,તેમની સોસાયટીમાં રોજિંદા પીવાના પાણીના સપ્લાય વખતે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. હાલમાં પીવાના પાણીની સમગ્ર જિલ્લામાં ભારે તંગી વર્તાઈ રહી છે ત્યારે તેમની સોસાયટીમાં પીવાના પાણીનો બિનજરૂરી વેડફાટ થતો હોવાના કારણે ગટરો ઊભરાવાની સમસ્યા ઉદભવી રહી છે.

આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની તંગી વર્તાતા હાલમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે પાલનપુરની આ સોસાયટીમાં પાણીનો બગાડ થતો હોવાની વાતને પગલે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...