કોરોના સંક્રમણ:બનાસકાંઠામાં 4 દર્દીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સિદ્ધપુર નર્સિંગની છાત્રા સહિત પાટણ જિલ્લામાં 11 કેસ

બનાસકાંઠા જિલ્લામાં શુક્રવારે વધુ ચાર દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યાં દાંતીવાડા 1, ડીસા 1, વાવ 1 અને પાલનપુરમાં 1 નવો કેસ નોંધાયો હતો. પાટણ જિલ્લામાં શુક્રવારે કેસનો આંકડો થોડો ઘટી સિદ્ધપુરમાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થી સહિત નવાં 11 કેસ નોંધાયા હતાં.જેમાં પાટણ શહેરમાં 5 સિદ્ધપુર શહેરમાં 4 અને તાલુકામાં 2 મળી 6 કેસ નોંધાયા હતા.સામે જિલ્લામાં 11 દર્દીઓ સ્વસ્થ થવા પામ્યા હતા.

બનાસકાંઠામાં શુક્રવારે ચાર દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ડો. જીગ્નેશ હરિયાણીએ જણાવ્યું હતું કે, આર.ટી.પી.સી.આર 1900, એન્ટીજન 1125 મળી કુલ 3025 સેમ્પલ લેવાયા હતા જે પૈકી દાંતીવાડા 1, ડીસા 1, વાવ 1 અને પાલનપુરમાં 1 નવા કેસ નોંધાયા છે. જેની સામે 4 દર્દીઓ ઘરે સારવાર લઇ કોરોનાને હરાવી સ્વસ્થ બન્યા હતા. જિલ્લામાં વર્તમાન સમયે એક્ટિવ કેસોની સંખ્યા 35 થઈ છે. જેમાં દાંતીવાડા 4, ડીસા 5, દિયોદર 1, ધાનેરા 2, કાંકરેજ 1, પાલનપુર 1, થરાદ 10, વડગામ 3 અને વાવમાં 8 દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...