ખેડૂતો રાજીના રેડ:બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

બનાસકાંઠા (પાલનપુર)16 દિવસ પહેલા
  • કૉપી લિંક

હવામાન વિભાગની આગાહી બનાસકાંઠા જિલ્લાના કેટલાક તાલુકાઓમાં વરસાદી ઝાપટાં પડ્યા છે,. જેમાં અમીરગઢ દાંતા વડગામ પાલનપુર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતાં અસહ્ય ઉકળાટ થી લોકોને આંશિક રાહત પહોંચી હતી. લાંબા વિરામ બાદ વરસાદ પડતાં ખેડૂતોનાં મુરઝાતા પાકોને જીવતદાન મળ્યું હતું.

લોકોને ગરમીથી રાહત મળી
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા ચોતરફ ઠંડક પ્રસરી હતી જોકે જિલ્લાના વડગામ દાંતા પાલનપુર અમીરગઢ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોના ખેતરમાં ઉભેલા મુરઝાતા પાકોને જીવનદાન મળ્યું છે જોકે જિલ્લામાં જરમર જરમર વરસાદ સાથે વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ પડતા જિલ્લામાં લોકોને ગરમીથી રાહત મળી છે.

જિલ્લામાં એવરેજ 126.07 ટકા વરસાદ
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં આવતી ચોમાસામાં સર્વે તાલુકામાં સીઝનનો સારો વરસાદ નોંધાયો છે જેમાં અમીરગઢમાં 118.80 ટકા, કાંકરેજમાં 122.99 ટકા, ડીસામાં 130.60 ટકા, થરાદમાં 121.31 ટકા, દાતામાં 139.44 ટકા, દાંતીવાડામાં 131.45 ટકા, દિયોદરમાં 130.05 ટકા, ધાનેરામાં 111.93 ટકા, પાલનપુરમાં 131.03 ટકા, ભાભરમાં 114.10 ટકા, લાખણીમાં 109.49 ટકા, વડગામમાં 131.98 ટકા, વાવમાં 128.48 ટકા, સુઈગામમાં 132.27 ટકા, સહીત જિલ્લામાં એવરેજ 126.07 ટકા વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...