વાતાવરણમાં ફેરફાર:પાલનપુરના ઈકબાલગઢ પંથકમાં રાત્રી દરમિયાન વરસાદી ઝાપટા, ખેડૂતોને સારા વરસાદની આશા

બનાસકાંઠા (પાલનપુર)13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે ઓછો વરસાદ હોવાથી ખેડૂતો આ વર્ષે પણ થોડા ચિંતિત છે
  • અતિશય બફારાથી અકળાયા બાદ લોકોને આંશિક રાહત

પાલનપુર અને ઇકબાલગઢ પંથકમાં રાત્રી દરમિયાન અચાનક પલટો આવતા કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ભારે ઉકળાટ બાદ રાત્રીના વરસાદ પડતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. બનાસકાંઠા જિલ્લાના વાવણી માટે સારા વરસાદની આશા રાખીને બેઠા છે.

વરસાદી ઝાપટુ વરસતા લોકોને ગરમીથી આશિંક રાહત મળી હતી
વરસાદી ઝાપટુ વરસતા લોકોને ગરમીથી આશિંક રાહત મળી હતી

વાવણીલાયક વરસાદ હજી વરસ્યો નથી​​​​
જિલ્લામાં વરસાદ પછી ભારે ઉકળાટથી લોકોને રાહત મળી હતી. જિલ્લાના ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ બેઠા છે. ગત વર્ષમાં ઓછા વરસાદના કારણે જિલ્લાના મોટાભાગનાં વિસ્તારોમાં પાણીની અનેક સમસ્યાઓ સામે આવી છે. જેમાં ક્યાંક પીવાના પાણીની સમસ્યા તો કેટલાક વિસ્તારમાં કુવાના તળ સુકાઈ જવાની સમસ્યાઓ જોવા મળી હતી. જોકે, આ વર્ષે સારો વરસાદ આવે તેની ખેડૂતો ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...