રાહત:હડતાળ સમેટાતાં 17 દિવસ બાદ આજથી બનાસકાંઠામાં ક્વોરીઉદ્યોગ ધમધમશે

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારે બાંહેધરી આપતા ક્વોરી એસોસિયેશન હડતાળ સમેટી

સરકારી અને ખાનગી બાંધકામો, બ્રિજ, રોડ-રસ્તા સહિતનાં પ્રોજેકટોને કવોરી ઉદ્યોગની હડતાળે ગંભીર અસર પહોંચાડી હતી. જિલ્લામાં 140 કવોરી સંચાલકોની હડતાળ પ્રશ્ને ગાંધીનગરમાં સરકાર સાથે નિર્ણાયક બેઠક યોજાઇ હતી.જેમાં સરકારે ખાતરી આપતાં હડતાળ સમેટાતાં આજથી ક્વોરીઉદ્યોગ ધમધમી ઊઠશે.

કવોરી એસો.ના પ્રમુખ ધેમરભાઈ જણાવ્યું હતું કે," આરટીઓ તંત્ર સાથે ખનીજનું જે લિંકઅપ છે, તેમાં છૂટછાટ તથા જેટલો ટ્રકમાં જેટલો માલ ભર્યો હોય તેટલી જ રોયલ્ટીની પહોંચ આપવા, પ્રાઈવેટ લેન્ડમાં જૂની સીસ્ટમ પ્રમાણે લિઝ આપવા સહિતનાં 17 જેટલા પ્રશ્નો અંગે છેલ્લા 17 દિવસથી કવોરી સંચાલકોની હડતાળ ચાલી હતી. ગુજરાત સ્થાપના દિવસ પહેલી મેથી કવોરી સંચાલકોની હડતાળ શરુ થઈ હતી. જેનો અંત આવ્યો છે.

કવોરી ઉત્પાદન બંધ થતા બાંધકામમાં મહત્વપૂર્ણ ભાગ ભજવતી કપચી બિલ્ડરોને ન પહોંચતા તમામ બાંધકામના પ્રોજેકટ હાલ બંધ પડયા હતા. તેવામાં આજથી કવોરી ઉદ્યોગ શરૂ થઈ જશે." કપચીના ભાવોમાં પ્રતિ ટને 100 નો વધારો કરાયો છે. જે કપચીના કવોરી બેઠાના ભાવ 400થી 450 હતા તે વધીને 500થી 550 થયા છે.

અન્ય સમાચારો પણ છે...