આયોજન:વડાપ્રધાન મોદી પાલનપુરમાં આજે જનસભાને સંબોધશે

પાલનપુર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રામપુરા ચોકડી મેદાનમાં યોજાનાર સભામાં આવનારા લોકોએ કાળા વસ્ત્રો પહેર્યા હશે તો કઢાવી લેવાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે પાલનપુરના રામપુરા ચોકડી મેદાનમાં જન સભાને સંબોધશે. 1000 પોલીસ કર્મીઓ સુરક્ષા વ્યવસ્થામાં જોડાયા છે. અન્ય ગામોમાંથી આવતા વાહનો માટે અલગ અલગ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હેલીપેડની બાજુમાં જ સભા સ્થળ છે. જેને સંપૂર્ણ બેરીકેટિંગ કરવામાં આવ્યું છે. જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી છે અને અલગ અલગ વિભાગોમાં સંબંધિત જવાબદારી આપવામાં આવી છે.

પીએમના પ્રોટોકોલ મુજબની સુરક્ષા વ્યવસ્થા માટે સમગ્ર વિસ્તારને અભેદ્ય કિલેબંદીમાં ફેરવી દેવામાં આવ્યો છે. જિલ્લા ભાજપ સંગઠનના સૂત્રોએ જણાવ્યું હતું કે અંદાજિત 20,000 લોકોને બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે ડમ્પીંગ સાઈડ તરફના રસ્તા પર સફાઈ કરવામાં આવી છે રોડ પરનો કચરો હટાવી લેવામાં આવ્યો છે. જિલ્લા કેટલાક દિવસોથી ફેંકવામાં આવતા પશુઓના મૃતદેહો હટાવી દેવાતા દુર્ગંધ આવતી બંધ થઈ ગઈ છે. જોકે માંસ આરોગવા આવતી સમડીઓ માટે વિશેષ તકેદારી રાખવામાં આવી છે.

નામ ન આપવાની શરતે કેટલાક પોલીસ કર્મીઓએ જણાવ્યું હતું કે "પીએમની સભામાં સુરક્ષાના કારણોસર વિરોધ પ્રદર્શન ન થાય તેની તકેદારીના ભાગરૂપે કાળા વસ્ત્રો પહેરીને આવનારને રોકવામાં આવશે તેમજ માચીસ કે જ્વેલન્સીલ પદાર્થ લઈને સભા સ્થળે પ્રવેશ અપાશે નહીં.

અન્ય સમાચારો પણ છે...