પસંદગી કેમ્પ:પ્રા.શાળાઓને નવા 287 વિદ્યાસહાયકો મળશે,13 મીએ શાળા પસંદગી કેમ્પ

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ 1 થી 5 માં 135,ગણિત વિજ્ઞાનના 75 હિન્દી-ગુજરાતીના 12-12, અંગ્રેજી 11 સંસ્કૃત 10 સમાજ વિજ્ઞાનના 32 શિક્ષકો મળશે

આગામી 13 જુલાઈએ બ.કા. જિલ્લાની જુદીજુદી શાળાઓમાં 287 વિદ્યા સહાયકો મેરીટના આધારે જુદી જુદી શાળાઓ પસંદ કરી પોતાનો ચાર્જ સંભાળશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે આ અંગે તૈયારીઓ હાથ ધરી છે. સમગ્ર ગુજરાતમાં 3248 વિદ્યા સહાયકોની રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા ભરતી કરવામાં આવી હતી.

ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમમાં વર્ષ 2022 અંતર્ગત ગુજરાતના 33 જિલ્લા ઓમાં વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા તાજેતરમાં પૂર્ણ કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં 287 શિક્ષકો જુદી જુદી પ્રાથમિક શાળાઓમાં હાજર થશે.જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના સૂત્રોએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 1 થી 5 માં 135 , ગણિત વિજ્ઞાનના 75 હિન્દી-ગુજરાતીના 12-12, અંગ્રેજીના 11 સંસ્કૃતના 10 અને સમાજ વિજ્ઞાનના 32 વિદ્યા સહાયકો મળી કુલ 287 વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર એ જણાવ્યું હતું કે રાજ્ય કક્ષાએથી મેરીટ પ્રમાણેની યાદી આવશે તે મુજબ ઓપન કેમ્પ દ્વારા ભરતી પ્રક્રિયા કરાશે."

ઉ.ગુ.સૌથી વધુ બનાસકાંઠમાં ભરતી
ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં 287 ઉમેદવારોની ભરતી થશે જ્યારે પાટણમાં 45, અરવલ્લી 22, મહેસાણા 20 અને સાબરકાંઠામાં 78 વિદ્યાસહાયકોની ભરતીનો સમાવેશ થાય છે.

પ્રક્રિયા જામપુરા પ્રાથમિક શાળામાં
13 જુલાઈએ વહેલી સવારથી વિદ્યા સહાયકો પસંદગીની શાળાઓ મેળવવા માટે જામપુરા ની પ્રાથમિક શાળામાં હાજર થઈ જશે. જે ઉમેદવારનું સૌથી વધુ મેરિટ હશે તેમને તબક્કાવાર શાળા પસંદગી કરવાનો મોકો આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...