મતદાન જાગૃતિ:પાલનપુરમાં મતદાન જાગૃતિ અંગે પોસ્ટર ડ્રોઇંગ કોમ્પિટિશનનું આયોજન, 531 વ્યક્તિઓેએ સર્જનાત્મક ચિત્રો તૈયાર કર્યા

બનાસકાંઠા (પાલનપુર)21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક આર્ટ એકેડમી દ્વારા કે.કે.ગોઠી હાઇસ્કૂલ કેમ્પસ ખાતે પોસ્ટર ડ્રોઇંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ કેળવવાના આશય સાથે 11 વર્ષ થી લઇ તમામ ઉંમરની એકસાથે 531 વ્યક્તિઓે હર્ષભેર સહભાગી થઇ સર્જનાત્મક ચિત્રો તૈયાર કર્યા હોય એવી ચિત્રકલા હરીફાઇ પાલનપુર ખાતે યોજાઇ હતી.

આપણા દેશમાં મતદાનનું કોઈ તહેવારથી ઓછું મહત્વ નથી. ભારત એક લોકશાહી દેશ છે, જ્યાં દરેક નાગરિકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે. તે સ્વતંત્ર રીતે દેશ માટે જવાબદાર પ્રતિનિધિની પસંદગી કરી શકે છે. દરેક નાગરિકની ફરજ છે કે પોતાની જવાબદારી સમજીને યોગ્ય રીતે મતદાન કરે દરેક નાગરિકે પોતાની સમજણ અને સુઝ-બુઝથી મતદાન કરવું જોઈએ. દેશનું શાસન કોણ ચલાવશે તે મતદાન નક્કી કરે છે. માટે જ દરેક નાગરિકોએ પોતાની જવાબદારી સમજીને મતદાનને ગંભીરતાથી લેવું જોઈએ. અને મતદાન અવશ્ય કરવુ જોઇએ.

તમામ નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય એવા શુભાશય સાથે સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક આર્ટ એકેડમી દ્વારા કે.કે.ગોઠી હાઇસ્કૂલ કેમ્પસ ખાતે પોસ્ટર ડ્રોઇંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિત્રકલા હરીફાઇના શુભારંભ પ્રસંગે પાલનપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખ હેતલબેન રાવલ,મંડળના ઉપપ્રમુખ પ્રકાશભાઇ ગામી,મંત્રી જયંતિભાઇ ઘોડા, રોહિતભાઇ ભૂટકા,મુકેશભાઇ બકરપુરા, જીગ્નેશભાઇ પટેલ સહિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના તમામ વિભાગના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતાં. મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ કેળવવાના આશય સાથે 11 વર્ષ થી લઇ તમામ ઉંમરની એકસાથે 531 વ્યક્તિઓે હર્ષભેર સહભાગી થઇ સર્જનાત્મક ચિત્રો તૈયાર કર્યા હોય એવી ગુજરાતની સૌપ્રથમ ચિત્રકલા હરીફાઇ પાલનપુર ખાતે યોજાઇ હતી.

આ પોસ્ટર ડ્રોઇંગ કોમ્પિટિશનમાં વિશિષ્ટ પ્રદર્શન કરનાર પ્રથમ ત્રણ વિજેતા કલા સર્જકોને મુકેશભાઇ બકરપરાના સૌજન્યથી ચાંદીના સિક્કા એનાયત કરવામાં આવ્યાં હતાં. તદઉપરાંત, અન્ય વિજેતાઓને પણ ઇનામો મહેમાનોના હસ્તે એનાયત કરવામાં આવ્યાં હતાં. ભાગલેનાર સૌ સ્પર્ધકોએ મતદાન કરવા અને અન્ય લોકોને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટેના જાહેરમાં શપથ લીધા હતાં. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વસ્તિક આર્ટ એકેડમીના કો-ઓર્ડિનેટર તથા તમામ વિભાગના આચાર્યો અને સ્ટાફગણના સહકારથી કરવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...