વિદેશી દારૂની હેરાફેરી:અમીરગઢ બોર્ડર પરથી કન્ટેનરમાંથી પોલીસે વિદેશી દારૂ સાથે 27 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો, એકની અટકાયત

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી એક કન્ટેનરમાંથી અમીરગઢ પોલીસે 510 જેટલી પેટી ભરેલો દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં કુલ 27 લાખ 78 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ અટકાયત કરી અમીરગઢ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવા આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના ઈસાન સરહદે આવેલી અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ જે રાજસ્થાન તરફથી આવતા વાહનો નું જિણવટ ભર્યું ચેકીંગ હાથ ધરવામાં આવતું હોય છે. નાના વાહનોથી લઈ બોડર પરથી પસાર થતામોટા વાહનોને તપાસી ગુજરાતમાં પોલીસ પ્રવેશ કરવામાં આવતો હોય છે. જેમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ગુજરાત 2022 વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ અમીરગઢ બોર્ડર ઉપર સાધન ચેકિંગ કરતા અમીરગઢ પોલીસને મોટી સફળતા હાથ મળે છે. જેમાં રાજસ્થાન તરફથી આવતા એક શંકાસ્પદ કન્ટેનરને અમીરગઢ પોલીસ રોકાવી તપાસ કરતા ખાખી કલરના ખોમાં કુલ 510 જેટલી દારૂની પેટીઓ કુલ 9204 બોટલો જેની કિંમત કુલ 17 લાખ 67 હજાર 216 રૂપિયા સહીત એક ઈસમની અટકાયત કરી કુલ 27 લાખ 78 હજાર 616 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈ અમીરગઢ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...