ગેરકાયદેસર:અમીરગઢના ધનપૂરાં વિરમપુર નજીકથી દેશી બનાવટની મજરલોડ બંદૂક સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમીરગઢ તાલુકાના ધનપુરા વિરમપૂર નજીક થી દેશી બનાવટની એકનાલી મજર લોડ બંદૂક સાથે એક ઈસમને પકડી અમીરગઢ પોલીસે ઝડપી પાડયા છે પોલીસ ધનપુરા પાટિયા નજીક વાહન ચેકીંગ દરમિયાન ચાલતો આવતા ઈસમ જોડે શંકાસ્પદ વસ્તુ સંતાડતા અમીરગઢ પોલીસે તપાસ કરતા કપડાં માં સંતાડેલ દેશી બનાવટી બંદ જોતા પોલીસે તેને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી હતી.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ ધનપુરા વિરમપુર રોડ પર વાહન ચેકીંગ કરી રહી હતી તે દરમિયાન એક સંકાસ્પદ્દ ઇસમ ધનપુરા તરફ થી ડાભેલી તરફ જઈ રહ્યો હતો તેના હાથકપડામાં વીંટાળેલું કઈ વસ્તુ હોય પોલીસ ને જોઈ તેને પોતાની પાસેની વસ્તુ પાછળના ભાગે સંતાડવાં નો પ્રયાસ કરતા પોલીસ ને સક જતા તેને પકડી કપડાં માં સંતાડેલ વસ્તુ જોતા દેસી બનાવટની એકનાળી મજર ર્લોડ બંદૂક હતી પોલીસે તેને વધુ તપાસ કરતા તેની પાસે કોઈ પાસ પરમીટ ન હતું અને દેશી હાથની બનાવટ ની બટ બેરલ બોડીવલી બંદૂક ગેર કાનૂની હોવાથી બંદૂક લઈ જનાર ઇસમ વનાભાઈ ભોણાભાઈ ડાભી ઉપર કાયદેસરની કાર્યવાહી કરતા બંદૂક કબજે લઈ આમૅ એકટ કલમ મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...