પાલનપુરની એક સેવાભાવી સંસ્થા દ્વારા ઉનાળામાં કોઈ પશુ કે પક્ષી પાણી વગર તરફડી મોતને ન ભેટે તે માટે શહેરના અલગઅલગ વિસ્તારમાં નિઃશુલ્ક 100થી વધુ ટાંકીઓ તેમજ 5000થી વધુ પાણીના કુંડ વિતરણ કરવામાં આવ્યા છે હજુ પણ કુંડ તેમજ ટાંકીઓ મુકવામાં આવી રહ્યા છે.
પાલનપુરની જીવદયા ફાઉન્ડેશન દ્વારા ઉનાળાના સમયગાળા દરમિયાન કોઈ પશુ પક્ષી પાણી વગર મોતને ન ભેટે તે માટે નિઃશુલ્ક પશુઓ માટે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પાણીની ટાંકીની પરબ મુકવામાં આવી રહી છે તેમજ જાહેરમાર્ગો પર સ્ટોલ બનાવી 5000થી વધુ પાણીના કુંડ વિતરણ કરવામાં આવ્યા છે.
આ બાબતે જીવદયા ફાઉન્ડેશનના ચેરમેન ઠાકુરદાસ ખત્રીએ જણાવ્યું હતું કે, દર વર્ષે ઉનાળામાં પાણીના કુંડ વિતરણ કરીએ છીએ આ વર્ષે વિચાર આવ્યો કે, પશુઓ માટે પણ પાણીની ટાંકી મુકવામાં આવે તો જે તે વિસ્તારના પશુને તેજ વિસ્તારમાં ત્યાંજ પાણી મળે રહે તે માટે નિઃશુલ્ક પાણીની ટાંકી મૂકી આવીએ છીએ.
આ બાબતે શહેરના લોકોનું મોબાઈલમાં એક ગ્રુપ બનાવ્યું છે તેમાં પણ કોઈનો મેસેજ આવે તો તે સ્થળ પર પાણીની ટાંકી મુકવામાં આવે છે.જેમાં ગૌતમભાઈ કેલાના જન્મદિવસે 21 ટાંકી તેમજ કમલેશભાઈ બોરીવલીના પિતાના સ્મરણાથે 42 ટાંકીઓ આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.