અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં ધોળે દિવસે પાર્ક કરાયેલ જીપ ડાલાની ચોરી થયાં હોવાની ઘટના સામે આવી છે. ધોળે દિવસે પીકઅપ ડાલુ ચોરી થતાં લાચાર તંત્ર સામે લોકો રોષે ભરાયાં છે. જીપડાલ માલિખે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
બનાસકાંઠા જિલ્લાન અમીરગઢ પંથકમાં શિયાળુ સત્ર શરૂ થતાં જ નિશાચરો સક્રિય બનતા એક પછી એક ચોરીઓને અંજામ આપી રહ્યા છે લોકો રાત્રી દરમિયાન પોતાના ઘરમાં ઊંઘ માણી શકતા નથી બસ તેઓના મનમાં ચોરો નો ભય સતાવ્યા કરે છે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ માં શીનાભાઈ સોમાભાઈ ગમાર રહે ઢોલિયા વાળા પોતાનું પિકાપ ડાલું હાઇવે પર પાર્ક કરી હોટલમાં ચા પાણી કરવા ગયા હતા અને પરત આવી જોતાં તેઓની આજીવિકા નું એક માત્ર સાધન પોતાની પિકાપ ડાલું ત્યાં ન દેખાતા માલિકે આસપાસ ના લોકોને પૂછપરછ કરતા કોઈ ભાળ ન મળતાં તેઓએ અસલ કાગળો ચોરાઈ ગયેલ વાહનમાં હોઈ કંપની માંથી ઝેરોક્સ લાવી અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.