યાદગીરી:1961માં ઉદયપુર આવેલાં એલિઝાબેથની ફોટોગ્રાફી, પાલનપુરના ફોટોગ્રાફર એ એલ સૈયદએ કરી હતી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું અવસાન થયું છે. એલિઝાબેથ તેમના શાસનકાળ દરમિયાન ત્રણ વખત 1961, 1983 અને 1997 ભારતની મુલાકાતે આવ્યા હતા. 1961માં ઉદયપુર આવ્યા ત્યારે રાજવી ભગવતીસિંહજીએ મહારાણીની ફોટોગ્રાફીની જવાબદારી પાલનપુરના તસ્વીરકાર એ એલ સૈયદને આપી હતી. એએલ સૈયદના પુત્ર અઝમત સૈયદે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે જ્યારે 1961માં રાણી એલિઝાબેથ ભારત આવ્યા ત્યારે તેમનો તસ્વીર સાથેનો આલ્બમ મારા પિતાએ તૈયાર કરાવીને તેમને સોંપ્યો હતો યાદગીરી રૂપે માત્ર એક તસવીર મારી પાસે રહી છે.

એલિઝાબેથને લગ્નમાં ગાંધીજીએ જાતે કાંતેલો રૂમાલ ભેટ અપાયો હતો
પોરબંદર | ક્વિન એલિઝાબેથ દ્વિતીય સાથે પોરબંદરની યાદ જોડાયેલી છે. તેમના લગ્નપ્રસંગે પોરબંદરના પનોતા પુત્ર મહાત્મા ગાંધીએ પોતે કાંતેલા યાનમાંથી બનેલો હાથરૂમાલ ભેટ કર્યો હતો. ભારતની આઝાદીના અઠવાડિયા પછી 20 નવેમ્બર, 1947ના રોજ વેસ્ટમિન્સ્ટર એબીમાં રાણી એલિઝાબેથ II એ પ્રિન્સ ફિલિપ સાથે લગ્ન કર્યા હતા ત્યારે મહાત્મા ગાંધી રાણીને ભેટ મોકલવા આતુર હતા. પરંતુ તેમણે તેમની મોટાભાગની સંપત્તિ અર્પણ કરી દીધી હતી એટલે શું ભેંટ આપવી તે અંગે ગાંધીજી અસમંજસમાં હતા.

અન્ય સમાચારો પણ છે...