કડક કાર્યવાહીની માંગ:બનાસકાંઠામાં મેડિકલ સ્ટોર્સમાં ફાર્માસિસ્ટની હાજરી ફરજિયાત કરોની માંગ સાથે ફાર્માસિસ્ટ આંદોલનના માર્ગે

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બનાસકાંઠામાં 70 ટકા મેડિકલ સ્ટોર્સ ગેરકાયદેદવાઓ વેચતા હોવાનો આક્ષેપ

પાલનપુરમાં જિલ્લાના ફાર્માસિસ્ટ એસો.ની મિટિંગ મળી હતી અને ગેરકાયદેસર ચાલતા મેડિકલ સ્ટોર્સ અને લાયસન્સ ભાડે આપતા લાલચુ ફાર્માસિસ્ટ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે ડ્રગ વિભાગના મદદનીશ કમિશનર મનોજ ગઢવીને આવેદનપત્ર આપ્યું હતું.

એસો.નાં સૂત્રોએ જણાવ્યું હતું કે " મેડિકલ સ્ટોર્સ જેવા વ્યવસાયમાં ઘૂસી ગયેલા લેભાગુ લોકોએ કોરોનાના સમયમાં નફો રળવાં માસ્ક, સેનેટાઈઝર અને ઇન્જેકશનમાં કાળા બજાર કરી ઊંચી કિંમતે વેચી માનવતા વિરુદ્ધ નું કૃત્ય કરેલ છે.બ.કાં.માં 70 ટકા મેડિકલ સ્ટોર્સ ગેરકાયદેસર રીતે દવાઓ વેચતા હોય છે. આવા લોકો દવા વેચવાનો અનુભવ લઈ ફાર્માસિસ્ટનું લાયસન્સ ભાડે લાવી પાનના ગલ્લાની જેમ દરેક ગલીના નાકે દવાની હાટડીઓ ખોલી બેસી ગયા છે.

એસો.ની મુખ્ય માંગણીઓ

  • ડ્રગ ઇન્સ્પેક્ટરને ઓછામાં ઓછા બે ફાર્માસિસ્ટને પકડવાનો ટાર્ગેટ આપવામાં આવે.
  • લાયસન્સ ભાડે આપતા ફાર્માસિસ્ટના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે.
  • ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર દવા વેચતા પકડાયેલ મેડિકલ સ્ટોર્સના પરવાના તાત્કાલિક રદ કરવા.
  • ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવા વેચનાર મેડિકલ સ્ટોર્સ સંચાલકો અને લાયસન્સ ભાડે આપનાર ફાર્માસિસ્ટની યાદી દર મહિને સમાચારપત્રોમાં પ્રસિદ્ધ કરવામાં આવે.
  • નાગરિકો પણ મેડિકલ સ્ટોર્સમાં ચાલતી ગેરરીતિઓ અંગે આસાનીથી ફરિયાદ કરી શકે એ માટે વોટસઅપ નંબર જાહેર કરવામાં આવે.
અન્ય સમાચારો પણ છે...