કરમાવદ અને સરકારી કોલેજ માટેની માંગને લઈ બે દિવસ અગાઉ નિવાસી કલેકટરને આવેદનપત્ર દરમિયાન મહિલા અધિકારીને પ્રોટોકોલ શીખવાડતા જીગ્નેશ મેવાણી સામે જિલ્લા ધાનધાર વણકર સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી આ પ્રકારની હરકતને વખોડી કાઢી હતી.
ધાનધર વણકર સમાજ પાલનપુર એ કલેકટરને અનુલક્ષી ચીટનીશ ટુ કલેકટર એમ.એમ.પિરજાદાને આવેદન પાઠવી લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે "નિવાસી અધિક કલેકટર અમારા અનુસૂચિત જાતિના છે. તેમને આ રીતે ઉતારી પાડવા એ અપમાન બરાબર છે. તેથી ધારાસભ્ય વડગામ બની બેઠેલા દલિત નેતાને ન શોભે એવા અનુસૂચિત જાતિના અધિકારીને ન છાજે તેવા શબ્દો એ ચાડી ખાય છે.
તે નામના જ દલિત છે. માત્ર વોટ લેવા પૂરતા દલિતો સાથે રહે છે. સમગ્ર મામલે વડગામ ધારાસભ્ય નો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમને કોલ રીસીવ કર્યો ન હતો જ્યારે મહિલા અધિકારીએ સમગ્ર બાબતે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.