હાલાકી:પાલનપુરના મલાણા પાટિયા નજીક વરસાદી પાણી ભરાઈ જતાં 10 ગામના લોકો અટવાયા

પાલનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોડની બાજુમાં આવેલ ફેક્ટરીઓના માલિકો દબાણ કરતા પાણી ભરાયા

પાલનપુરના મલાણા પાટીયા નજીક આવેલ 10થી વધુ ગામનો જાહેર માર્ગ ઉપર દર વર્ષની જેમ આ વર્ષે પણ વાહન પાણીમાં ગરકાવ થાય તેટલું પાણી છેલ્લા ચાર દિવસથી ભરાયેલુ રહેવાથી ત્યાંથી અવર-જવર કરતા લોકો અટવાયા છે.જેને લઈ સ્થાનિકો તેમજ વિદ્યાર્થીઓ ફરીને આવવા મજબુર બન્યા છે. મલાણા પાટીયાથી 10 ગામને જોડતા માર્ગમાં ચાર દિવસથી વરસાદી પાણી ભરાયેલુ રહેવાથી ત્યાંથી આવતા લોકો, વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે જેને લઈ ફરીને આવવા મજબૂર બન્યા છે.

આ માર્ગ ઉપર દરવર્ષની જેમ ચાલુ સાલે આવેલ વરસાદ ખાબકતા જાહેરમાર્ગ પર વાહન પાણીમાં ઘરકાવ થાય તેટલું ભરાયું છે. પરંતુ આ જાહેર માર્ગની બંને બાજુએ આવેલ હોટેલ માલિક અને માર્બલ ફેકટરીના માલિક દ્વારા આરસીસીની દિવાલ બનાવી હોવાથી પાણી નીકળવાની જગ્યા ન હોવાને કારણે આ જાહેર માર્ગ ઉપર પાણી ભરાઇ જાય છે એવા વાહનચાલકો તેમજ સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા.

વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે 10 ગામના લોકોને ધંધા રોજગાર વાહન ચાલકો, વિદ્યાર્થીઓ અટવાયા હતા.તેમજ આકસ્મિક તકલીફ થાય અથવા તો કોઈક સગર્ભા સ્ત્રીને રાત્રિના સમયે દુખાવો થાય અને હોસ્પિટલ જવાનું થાય તો આ જાહેર માર્ગ ઉપરથી વાહન પસાર થઈ શકે તેમ નથી જેથી આવી કોઈ અઘટીત ઘટના ન ઘટે તે પહેલા બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા સત્વરે આ જાહેર માર્ગ ઉપર ભરાયેલું પાણી ખાલી કરવામાં તેવી લોકોએ અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...