આંદોલન:કરમાવદ તળાવ ભરવા આજે પાલનપુરમાં મહારેલી, વડગામ અને પાલનપુર તાલુકાના 125 ગામોના લોકોને રેલીમાં જોડાશે

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વર્ષો પૂર્વે થયલા ભારે વરસાદથી કરમાવદ તળાવ ભરાયું હતું. - Divya Bhaskar
વર્ષો પૂર્વે થયલા ભારે વરસાદથી કરમાવદ તળાવ ભરાયું હતું.
  • તંત્ર દ્વારા 10,000 નેમંજૂરી આપી પરંતુ બમણા ખેડૂતો હાજર રહેવાનો દાવો
  • 35 દિવસ પહેલા આયોજનપૂર્વક આંદોલન ચલાવી શકાય તે માટે પાલનપુર,વડગામ તાલુકાના 10 તજજ્ઞોની સમિતિ બનાવાઈ,મહિલાઓ પણ જોડાઈ

વડગામ તાલુકાના કરમાવદ તળાવને ભરવા ગુરુવારે પાલનપુર આદર્શ હાઇસ્કુલના મેદાનથી મહારેલી કલેકટર કચેરી પહોંચી સરકારને પાણી માટે પાણી બતાવશે. વડગામ અને પાલનપુર તાલુકાના 125 ગામોના લોકોને રેલીમાં જોડાવા માટે મહિનાઓથી તૈયારીઓ ચાલતી હતી. પાછલા 35 દિવસથી દરરોજ રાત્રી સભાઓ થઈ હતી જેમાં મહિલાઓ પણ આગેવાની લઈ ખેડૂતોને રેલીમાં જોડવા સમજાવતી હતી. 35 દિવસ પહેલા આયોજનપૂર્વક આંદોલન ચલાવી શકાય તે માટે પાલનપુર,વડગામ તાલુકાના 10 તજજ્ઞોની સમિતિ બનાવવામાં આવી.

સમગ્ર વડગામ તાલુકામાં આંદોલનનો મેસેજ પ્રસરતા ગામે ગામ બેનર લગાવી રાત્રી સભાઓ થવા લાગી. અલગ અલગ ગામોમાં લોક જાગૃતિ અંતર્ગત કળશ પૂજા કરી રાત્રી બેઠકોમાં ભીડ ઉમડવા લાગી. સમિતિના સભ્યોને રાત્રી સભાઓમાં બોલાવવામાં આવતા તેઓ પાણીનું મહત્વ સમજાવી રેલીમાં જોડાવવા આહવાન કર્યું હતું.મહારેલીમાં કોઈ પણ રાજકીય પક્ષો દ્રારા રાજકીય રંગ ન આપવા અપીલ કરવામાં આવી હતી અને ખેડૂત તરીકે મહારેલીમાં જોડાવવા જણાવાયું હતું.

મોડી સાંજે મુખ્યમંત્રીએ તળાવ ભરવા ઉપાયો સુચવવા અધિકારીઓને સૂચના અપાઈ
મુખ્યમંત્રીએ ગુરુવારે પાણી કરમાવદ તળાવ ભરવા માટેના ઉપાયો ચકાસવા અધિકારીઓને સૂચના આપી હતી. તળાવ ભરવા અંગે શું કાર્યયોજના અને આયોજન થઇ શકે તે જોવા માટે જળસંપત્તિ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના મંત્રીઓ સચિવોને સૂચના આપી હતી. જેમાં મંત્રી ઋષિકેશ પટેલ,મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી અને અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, પાણી પુરવઠા સચિવ ધનંજય દ્વિવેદી, જળસંપત્તિ વિભાગના સચિવ કે.એ.પટેલ, સચિવ વિવેક કાપડીયા, જીતુ ચૌધરી, કિર્તિસિંહ સહિત બનાસકાંઠાના અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

નર્મદાનું પાણી કરમાવદ તળાવમાં લાવવા બજેટમાં જોગવાઈ કરવી જોઈએ:સમિતિ
25 વર્ષથી સમગ્ર વડગામ તાલુકાની ગરમાવો તળાવને ભરવાની માંગ છે આ વર્ષે સરકારે ડીંડરોલથી 200 કરોડના ખર્ચે મુક્તેશ્વર ને પાણી ભરવાની બજેટમાં જાહેરાત કરી છે તેવી જ રીતે હવે કરમાવદને પણ યોગ્ય પ્લાનિંગ પૂર્વક ભરવામાં આવે તેવી અસરકારક રજૂઆત કરવા મહારેલી યોજાશે. સરકારે અમને 10,000ની પરમિશન આપી છે પરંતુ જે પ્રકારનો ઉત્સાહ છે તે જોતાં સંખ્યા વધી શકે છે. અંદાજે અઢીસોથી ત્રણસો જેટલા ટ્રેક્ટર અને 100 વધુ અન્ય વાહનો પાલનપુર આદર્શ સંકુલ પહોંચશે.: એમ.એમ ગઢવી: (સમિતિના સદસ્ય, નિવૃત ટીડીઓ)

વડગામ અને પાલનપુર માર્કેટયાર્ડ મહારેલીને સમર્થન કરી બંધ પાળશે
ખેડૂતોએ તળાવ ભરવા કરેલા આંદોલનને સમર્થન માટે પાલનપુર, વડગામ માર્કેટયાર્ડ બંધ રાખવાની પણ જાહેરાતો કરવામાં આવી છે, જ્યારે ખેડૂતો દ્રારા સામાજિક પ્રસંગોની તારીખો બદલી મહારેલીમાં જોડાવવા અપીલ કરી હતી.

મલાણા તળાવનું આંદોલન સફળ રહ્યું હતું' ધનપુરા ડેમનું પાણી નખાશે
મલાણા તળાવ ભરવા માટે લોકોએ 3 વખત મહારેલી યોજી આથી ધનપુરા ડેમથી પાઇપલાઇન દ્વારા સેટેલાઈટ સર્વે પૂર્ણ થયું છે. હવે 35 લાખના ખર્ચે માઇક્રો સર્વે કરી રહ્યા છે. અંદાજિત 60થી 70 કરોડના ખર્ચે પાઇપલાઇન નંખાશે. તેમ કિસાન સંઘના તાલુકા પ્રમુખ માવજી લોહ એ જણાવ્યું હતું.

મહારેલી માટે 150 પોલીસકર્મીઓનો ચાંપતો બંદોબસ્ત ગોઠાવાયો
​​​​​​​પાલનપુરમાં 150 પોલીસ કર્મચારીઓ ફાળવવામાં આવ્યા છે.જેમાં 2 પીઆઈ, 5 પીએસઆઈ સહિત ટ્રાફિક પોલીસ અને કોન્ટેબલ ટ્રાફિક નિયંત્રણ કરશે. જેમ જેમ રેલી આગળ જશે તેમ તેમ પોલીસ રસ્તા ખોલશે જેના કારણે ટ્રાફિક ઓછું થશે. ટ્રેક્ટર સહિતના વાહનો રામલીલા મેદાનમાં પાર્કિંગ કરાવવામાં આવશે. તેવુ પૂર્વ પીઆઈ બી.કે.ચૌધરીએ જણાવ્યું હતું.

એક્સપર્ટ વ્યૂ: કરમાવદમાં નર્મદાનું પાણી ભરાય તો ઉત્તરથી દક્ષિણ વિસ્તારના વડગામને લાભ થાય
​​​​​​​કરમાવદ તળાવ 98 હેક્ટર જમીનમાં પથરાયેલું છે. ઉત્તરથી દક્ષિણ તરફ પાણીનું વહેણ જાય છે જો આ તળાવ ભરાય તો વડગામ તાલુકા ના પાણીના તળ જે 800 થી હજાર ફૂટ નીચે ગયા છે તેમને લાભ થઈ શકે. હાલમાં કેટલાક ગામોમાં સવાસો ફૂટે કાળો પથ્થર આવી જાય છે જેથી સિંચાઈનું પાણી મળતું નથી. નર્મદા મુખ્ય નહેરમાથી સિધ્ધપુર તાલુકાના ડીડરોલ ગામથી પાઈપલાઇન મુક્તેશ્વર ડેમ સુધી લાવી ત્યાંથી કરમાવદ સુધી લાવી શકાય. આ ઉપરાંત માધપુરા અને કલ્યાણાથી પાણી આપી શકાય.

અન્ય સમાચારો પણ છે...