વડગામ તાલુકાના કરમાવદ અને મુક્તેશ્વર તળાવો ભરવાને લઇ 125 ગામોએ અનોખી પહેલ કરી છે. ગઇકાલે ગુરૂવારે રાત્રે 125 ગામોમાં ગુરુ મહારાજનું નામ લઇ સરકાર સુધી તળાવ ભરવાની માંગ પહોંચાડવા ગ્રામજનોએ દિવા પ્રગટાવ્યા છે. જો કે સરકાર નહીં જાગે તો 30થી 40 હજાર જેટલી મહિલાઓ પાણી માટે પાલનપુરમાં રેલી યોજશે તેવી ગ્રામજનોએ ચીમકી પણ આપી છે. જો કે અગાઉ પણ 20થી 25 હજાર જેટલા ખેડૂતોએ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું.
મુક્તેશ્વર ડેમ તેમજ કરમાવદ તળાવ પાણીથી ભરવા મુદ્દે 20 હજારથી વધુ ખેડૂતોની મહા રેલી બાદ હવે ખેડૂતોએ 125 ગામોમાં ગુરૂ મહારાજના નામથી ઘરે-ઘરે દીવા પ્રગટાવી સરકાર સુધી કરમાવદ અને મુક્તેશ્વર તળાવ ભરવાને લઈ અનોખી પહેલ કરી છે. આ આંદોલનમાં મુસ્લિમ સમાજના પણ ઘણા ખેડૂતો જોડાયેલા છે.
ત્યારે મુસ્લિમ સમાજના ખેડૂતોએ ઈબાદત કરી તેમજ નમાજ પઢી કુદરત પાસે પાણી જલ્દી નખાય તે માટે દુઆ કરી છે. જો પાણીની માંગ પૂરી નહિ થાય તો આગામી સમયમાં 30થી 40 હજારથી વધુ મહિલાઓની મહારેલી યોજવા ખેડૂતો મક્કમ બન્યા છે. જો કે થોડા દિવસ અગાઉ ખેડૂતોની 20 હજાર વધુની મહારેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.