ભ્રષ્ટાચાર:ડીસાના ગેનાજી ગોળીયામાં શૌચાલય ના કામમાં કૌભાંડનો લોકોનો આક્ષેપ

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતકોના નામે ખોટા રેકર્ડ પર શૌચાલય બનાવનારા સામે ફોજદારી કાર્યવાહી કરવા લોકોએ માંગ કરી

ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગ્રામ પંચાયતમાં મૃતકોના નામે ખોટા રેકર્ડ પર શૌચાલય બનાવી કૌભાંડ આચર્યું હોવાનો ગામલોકોએ આક્ષેપ કર્યો છે. ગ્રામજનોએ ગુરુવારે જિલ્લાના વિકાસ અધિકારીને રજૂઆત કરતા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

ગેનાજી ગોળીયા ગામમાં 21-22 વર્ષમાં શૌચાલયના ફોર્મ ભરવામાં આવ્યા અને ફોર્મ સરકારમાં જતાં જે શૌચાલય બનાવવામાં આવ્યા છે. તેમાં કેટલાકના શૌચાલય પૂર્ણ તો કેટલાક અધુરા બનાવવામાં આવ્યા. જેને લઇ ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરીને જણાવ્યું હતું કે "સખી મંડળ દ્વારા આધારકાર્ડ તથા જરૂરી ડોકયુમેન્ટ મેળવી તેમના નામે બારોબાર પૈસા ઉઠાવી ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો છે. અને અનેક પ્રકારની ક્ષતિઓ આચરવામાં આવી છે."

આ રજૂઆત ધ્યાને આવતા ડીડીઓ સ્વપ્નિલ ખરે એ સમગ્ર મામલે ગ્રામ વિકાસ એજન્સીને તપાસના આદેશ આપી રિપોર્ટ સબમિટ કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...