અંબાજી જતા મોત મળ્યું:અંબાજી જતા પદયાત્રીઓને લાખણી નજીક જીપે અડફેટે લીધા, એકનું મોત, એક ઇજાગ્રસ્ત

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે જીપના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

લાખણી-ડીસા હાઇવે પર ભીમાજી ગોળીયા નજીક જીપ ડાલાના ચાલકે અંબાજી જતાં પદયાત્રીઓને હડફેટે લેતા એક યાત્રીનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. જ્યારે એક પદયાત્રી ગંભીર રીતે ઘાયલ થતા તેને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર દોડી પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસે તપાસ હાથ ધરી
બનાસકાંઠા જિલ્લાના લાખણી-ડીસા હાઈવે ઉપર એક જીપ ડાલાના ચાલકે અંબાજી જતાં પદયાત્રીઓને અડફેટે લેવાની ઘટના સામે આવી છે. લાખણી નજીક આવેલા ભેમાજી ગોળીયા પાસે થરાદ આજુબાજુ વિસ્તારના પદયાત્રીઓ અંબાજી તરફ જઈ રહ્યા હતા. જેમાં એક જીપ ડાલા ચાલકે પદયાત્રીઓને ટક્કર મારતા એક પદયાત્રીના ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અને એક પદયાત્રી ગંભીર રીતે થય સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી પહોંચી પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ઘાયલ પદયાત્રીને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે જીપચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આગળની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...