હીટ એન્ડ રન:સુઈગામ-વાવ હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે રાહદારી યુવકનું મોત

બનાસકાંઠા (પાલનપુર)23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુઈગામ-વાવ હાઇવે પર અજાણ્યા વાહનચEલાકે એક રાહદારીને હડફેટે યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં સણાલી કેનાલ નજીક એક યુવક રોડ ક્રોસ કરતી સમયે અજાણ્યું વાહન ચાલકે યુવકને હડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ યુવક નું મોત નીપજ્યું હતું. બનાવને પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોચી મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અકસ્માતોમાં એક બાદ એક લોકો મોતને ભેટી રહ્યા છે. જેમાં ગઈકાલે સાંજના સમયે પાલનપુર આબુરોડ હાઈવે વચ્ચે બાલારામ બ્રિજ નજીક એક ટ્રેલર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જે બાદ હાઇવે ઉપર પાંચ કિલોમીટર લાંબી વાહનોની કતારો જોવા મળી હતી. જેમાં આજે સુઈગામ વાવ હાઈવે ઉપર સણાલી કેનાલ નજીક એક અજાણ્યા વાહન ચાલકે એક રોડ ક્રોસ કરી રહેલા યુવકને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું છે. જેમાં બનાવના પગલે સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...