પદયાત્રીઓને હાલાકી:પાલનપુર કંથેરીયા હનુમાનથી મફતપુરા સુધી માર્ગમાં કાંકરા

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈથી પગપાળા ચાલતા પદયાત્રીએ કહ્યું, પંદરવર્ષથી પગપાળા અંબાજી જઈએ છીએ પરંતુ આટલા ખરાબ રસ્તા ક્યાંય જોયા નથી

ભાદરવી મહામેળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સોમવારે પાલનપુરમાંથી નીકળેલ મુંબઈના પદયાત્રીએ કટાક્ષ સાથે જણાવ્યું કે,અમે છેલ્લા 15 વર્ષથી અંબાજી પગપાળા યાત્રાએ જઈએ છીએ પરંતુ આટલા ખરાબ રસ્તા અમે કોઈ જગ્યાએ જોયા નથી તેમ કહી રોષ ભભૂકયો હતો.

ભાદરવી મેળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે બનાસકાંઠાના અનેક ગ્રામીણ વિસ્તારના સહિત માર્ગો બોલ માડી અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે.ત્યારે સોમવારે મહારાષ્ટ્રના પદયાત્રીઓ દાંતીવાડા મુકામે રોકાયા હતા.ત્યારબાદ ત્યાંથી પગપાળા અંબાજી નીકળ્યા હતા.

જે પાલનપુરના કંથેરીયા હનુમાન માર્ગ ઉપર 500 મીટરમાં અનેક કાંકરા જોવા મળ્યા હતા જેને લઇ પદયાત્રીએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, અમે છેલ્લા 15 વર્ષથી માં અંબાના ધામમાં પગપાળા જઈએ છીએ પરંતુ કોરોના સમયમાં માં અંબાના દર્શન થઈ ચૂક્યા ન હતા જેથી ચાલુ સાલે અમે માં અંબાના દર્શન કરવા નીકળ્યા છીએ જ્યાં પાલનપુરમાં ઠેર ઠેર ખાડાઓ જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...