વડગામ તાલુકાના જલોત્રાના કરમાવદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં નર્મદાના નીર નાખવા 125 ગામની પશુપાલક મહિલાઓએ દેશના વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખી પાણી લાવવા માંગ કરી છે. જો આગામી સમયમાં માંગણી સ્વીકારવામાં નહીં આવે તો 50000 પશુપાલક મહિલાઓ રેલી યોજશે.
વડગામ તાલુકાના જલોત્રા ગામે આવેલ કરમાવદ તળાવ અને મુકેશ્વર ડેમમાં નર્મદાના નીર નાખવાની માંગ સાથે છેલ્લા 25 વર્ષથી પશુપાલકો સરકારને રજૂઆત કરી થાકી ચૂક્યા છે જેને લઇ પશુપાલકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો ત્યારે થોડા દિવસ અગાઉ પાલનપુર તેમજ વડગામ પંથકના 125 ગામના પશુપાલકોએ તળાવ અને ડેમમાં નર્મદાના નીર નાખવા રેલી યોજી સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો તેમ છતાં માંગણી સ્વીકારવામાં ન આવતા 125 ગામની પશુપાલક મહિલાઓએ ઉગ્ર બની દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખી કરમાવદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં નર્મદાના નીર નાખવા પ્રબળ માંગ કરી છે.
જો સરકાર પાણી નહીં આપે તો આગામી સમયમાં 50 હજારથી વધુ પશુપાલક મહિલાઓ રેલી યોજશે તેવી સંભાવના સેવાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.