13મી ઓગસ્ટથી ભુજ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન સેવા શરૂ કરાઈ છે. જે દર શનિવારે બાંદ્રા ટર્મિનસથી 16.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.40 કલાકે ભુજ પહોંચશે. તેવી જ રીતે 8 ઓગસ્ટથી ભુજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ દર સોમવારે ભુજથી 17.35 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.20 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
જે ટ્રેન બંને દિશામાં બોરીવલી, સુરત, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, ડીસા, ભીલડી, દિયોદર, રાધનપુર, આડેસર, સામખિયાળી, ભચાઉ અને ગાંધીધામ સ્ટેશન પર ઉભી રહેશે. યાત્રિકોની માંગને લઈને 11 ઓગસ્ટથી બાંદ્રા ટર્મિનસ ગાંધીધામ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન દર ગુરુવારે બાંદ્રા ટર્મિનસથી 16.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.20 કલાકે ગાંધીધામ પહોંચશે.
તેજ રીતે 12 ઓગસ્ટથી ગાંધીધામ – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ દર શુક્રવારે ગાંધીધામથી 19.05 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.20 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. ટ્રેન બંને દિશામાં બોરીવલી, સુરત, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, ડીસા, ભીલડી, દિયોદર, રાધનપુર, આડેસર, સામખિયાળી અને ભચાઉ સ્ટેશનો પર ઉભી રહેશે. જ્યારે પાલનપુર-ભુજ સુપરફાસ્ટ દૈનિક ટ્રેન 5 ઓગસ્ટથી ભુજ - પાલનપુર એક્સપ્રેસ ભુજથી 11.05 કલાકે ઉપડશે અને તે જ દિવસે 17.35 કલાકે પાલનપુર પહોંચશે.
તેજ રીતે 6 ઓગસ્ટથી પાલનપુરથી 13.10 કલાકે ઉપડશે અને તે જ દિવસે 19.40 કલાકે ભુજ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, આડેસર, સાંતલપુર, રાધનપુર, દિયોદર, ભીલડી અને ડીસા સ્ટેશને ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ છે. ટ્રેનનું બુકિંગ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચરને લગતી વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.