અકસ્માત:પાલનપુરમાં સ્કૂલ બસની ટક્કરે માતા પિતા અને પુત્રીને ઇજાઓ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર-અમદાવાદ રોડ ઉપર રોંગ સાઈડમાં આવી રહેલા બસના ચાલકે અકસ્માત સર્જ્યો

પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર સ્કૂલ બસના ચાલકે એક બાઈકને ટક્કર મારી હતી. જેમાં માતા પિતા અને પુત્રીને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. કાનજી નોંધાયેલી ફરિયાદના આધારે બસ ચાલક સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર એગોલા વિસ્તારમાં રહેતા બાબુભાઈ ગોવિંદભાઈ ચૌહાણ, તેમના પત્ની જ્યોત્સનાબેન અને દીકરી ધરતી બાઈક નંબર જીજે.08. બીએમ. 2009 ઉપર પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર પસાર થઇ રહ્યા હતા. ત્યારે સ્કૂલ બસ નંબર જીજે.08. વાય.4474ના ચાલકે રોંગ સાઇડમાં આવી બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં માતા પિતા અને તેમની દીકરીને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાબુભાઈએ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...