CID ક્રાઇમની ગાડીમાં દારૂ:પાંથાવાડા પોલીસે અમદાવાદ CID ક્રાઇમની ગાડીમાંથી સવા લાખનો દારૂ ઝડપ્યો, કોન્સ્ટેબલ રાજસ્થાનની ભરીને આવતો હતો

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી ગાડીના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુ ચૌધરી તેના મિત્ર સાથે ઝડપાયો

બનાસકાંઠા જિલ્લાના પાથાવાડા વાઘોર ચાર રસ્તા પાસેથી પાંથાવાડા પોલીસે અમદાવાદ સીઆઇડી ક્રાઇમની સરકારી ગાડીના કોન્સ્ટેબલ ડ્રાઈવરને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.

અમદાવાદ સીઆઇડી ક્રાઇમમાં કોન્સ્ટેબલ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો વિષ્ણુ ચૌધરીએ તેમના નાયબ પોલીસ અધિક્ષક લાંબી રજા પર હોય તે દરમિયાન સરકારી બોલેરો ગાડીમા રાજસ્થાન તરફથી દારૂ ભરીને આવતા પાંથાવાડા વાઘો ચાર રસ્તા પાસેથી પાંથાવાડા પોલીસે ઝડપી પાડ્યો હતો.

સીઆઇડી ક્રાઇમ અમદાવાદના સરકારી ગાડીના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ તેના નાયબ પોલીસ અધીક્ષક લાંબી રજા પર હોય તે દરમિયાન ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષકની નજર ચુકવી સરકારી બોલેરો ગાડી નં (GJ-18-G-5698)માં અન્ય એક ઇસમને બેસાડી રાજસ્થાન તરફથી દારૂ ભરીને આવતો હતો.

આ દરમિયાન પાથાવાડા વાઘોર ચાર રસ્તા પાસે સરકારી બોલેરો ગાડીમાંથી પાંથાવાડા પોલીસે દારુની 294 બોટલો જેની કિંમત 1 લાખ 21 હજાર 140 રૂપિયાનોનો જથ્થો જપ્ત કરીને બંનેને ઝડપી લીધા છે.

પોલીસે એવી તો કાળજી રાખી કે FIR સંવેદનશીલ બતાવી આથી ડાઉનલોડ ન થઈ
પાંથાવાડા પોલીસ સ્ટેશન અને એસપી કચેરીએ કોઈ જવાબદારો હાજર ન મળ્યા,ગાડી અને આરોપીઓને પોલીસે છુપાવ્યા,સામાન્ય આરોપી દારૂ સાથે ઝડપાયો હોય તો પોલીસની પ્રેસનોટ આવી જાય છે જ્યારે પોલીસ કર્મી જ દારૂની ખેપ મારતા ઝડપાતા બનાસકાંઠા પોલીસ સમગ્ર મામલાને દબાવી દેવાની પેરવી કરતી જોવા મળી હતી.

એસપીથી માંડી કોન્સ્ટેબલ સુધી તમામએ ફોન ઉપાડવાના ટાળ્યા હતા.ફરિયાદ સ્થાનિક પોલીસના સ્ટાફ પાસે કરાવવામાં આવી હતી પરંતુ તેની નકલ મીડિયા સુધી ન પહોંચે તે માટે તેને સંવેદનશીલ બતાવી ફરિયાદ ડાઉનલોડ થતી જ નહોતી.

ગાડી ગાયબ કરી દેવાઈ,એસપી પણ મૌન
સમગ્ર મામલો પોલીસ વિભાગ નો હોવાથી FIR પણ સેન્સટિવ કરી દેવામાં આવી હતી,અને જે પોલીસની સરકારી બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો,તે પણ મીડિયાની નજરોમાં ન આવે તે માટે પોલીસ સ્ટેશનથી ગાયબ કરી દેવામાં આવી હતી.બીજી બાજુ આ કેસમાં જિલ્લા પોલીસ વડાએ પણ મૌન સેવી લીધું હતુ.

અન્ય સમાચારો પણ છે...