લાપરવાહી:પાલનપુરના ન્યૂ એસટી બસપોર્ટના નવા નકોર બાંકડાઓ તૂટી ગયા

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર નું નવું બસપોર્ટ હમણાં જ થોડા મહિનાઓ અગાઉ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું અને એસટી બસ સમયના ખુલ્લા પેસેજ માં મુસાફરોને બેસવા માટે સ્ટીલના બાંકડા મુકવામાં આવ્યા હતા પરંતુ કેટલાક બાંકડા અહીં તૂટી ગયા છે. રાત્રિના સમયે સિક્યુરિટી સ્ટાફ ફરજ બજાવતો હોવા છતાં બાંકડાઓ કોઈ ચોરી ગયું છે કે કેમ તેને લઈ સવાલો ઉઠ્યા છે. સંપૂર્ણ સીસીટીવી થી સજજ હોવા છતાં બસપોર્ટમાં આ પ્રકારની લાપરવાહી સામે મુસાફરો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...