પાલનપુરની ત્રીજી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટના ન્યાયાધીશે ચેક રિટર્ન કેસમાં 4 આરોપીને સજા કરી હતી. રતનપુરના પ્રવીણભાઈ રામાભાઇ કાંગસિયાએ ગામના અમરતભાઈ ગલબાભાઈ પ્રજાપતિ પાસેથી રૂ.1,60,000 ઉછીના લીધા હતા. ચેક રિટર્ન થયો હતો.
ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંકને ડીસા તાલુકાના વરણના કનાજી સામતાજી ઠાકોરનો રૂપિયા 2,40,000નો ચેક, ધાનેરાના રવીયાના અરજણભાઈ ધુડાભાઇ રબારીનો રૂપિયા 3,13,935નો ચેક અને દિયોદર તાલુકાના રાંટીલાના જગતાભાઈ અગરાભાઈ રાજપૂતનો રૂપિયા 3,10,528નો રિટર્ન થયો હતો. કેસ પાલનપુરની ત્રીજી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ અજય ત્રિલોકચંદ તિવાડીએ આરોપી પ્રવીણભાઈને 1 વર્ષની સજા, કનાજીને 1 વર્ષની સજા, અરજણભાઈને 1 વર્ષની સજા અને ચકાભાઇ રાજપૂતને બે વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.