ગૌરવ:પાલનપુરના વિસ્મયએ નેપાળના કાઠમંડુમાં ઇન્ટરનેશનલ સ્કેટિંગમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા

પાલનપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલનપુરના વિસ્મયએ નેપાળના કાઠમંડુમાં ઇન્ટરનેશનલ સ્કેટિંગમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. - Divya Bhaskar
પાલનપુરના વિસ્મયએ નેપાળના કાઠમંડુમાં ઇન્ટરનેશનલ સ્કેટિંગમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.
  • 30 નવેમ્બરે યોજાયેલી ટુર્નામેન્ટમાં ભારત, નેપાલ, પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમે ભાગ લીધો હતો

પાલનપુરના વિસ્મયએ તારીખ 30 નવેમ્બરે નેપાળના કાઠમંડુમાં ઇન્ટરનેશનલ સ્કેટિંગમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં ભારત, નેપાલ, પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમે ભાગ લીધો હતો. નેપાળના કાઠમંડુ ખાતે તા.30 નવેમ્બર-2022ના રોજ ઈન્ટરનેશનલ સ્કેટિંગ ટુર્નામેન્ટ યોજાઇ હતી.

આ ટુર્નામેન્ટમાં ભારત, નેપાલ, પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમે ભાગ લીધો હતો. ભારતમાંથી ગુજરાતની ટીમમાંથી પાલનપુરના ધોરણ-7 માં અભ્યાસ કરતાં વિસ્મય અમીતભાઇ આચાર્યની પસંદગી થઈ હતી. જેને કાઠમંડુ નેપાળમાં સ્કેટિંગ ટુર્નામેન્ટમાં ભાગ લઇને ત્રણ ટુર્નામેન્ટમાંથી 2માં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. આમ વિસ્મય આચાર્યએ બનાસકાંઠા સહિત પરિવારનું નામ રોશન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...