હાલાકી:પાલનપુર- વડગામના સાત ગામના બિસ્માર રસ્તાથી ગ્રામજનો પરેશાન

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ કિ.મી.ના અંતરના રોડ પાકા બનાવવા મંત્રીને રજૂઆત

પાલનપુર અને વડગામ તાલુકાના ગામના માત્ર ત્રણ કિલોમીટરના રસ્તા બિસ્માર બની ગયા હોવાથી પ્રજાજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ સાત રસ્તાઓ પાકા બનાવવા માટે મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા ચૂંટણી નજીક આવતા વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં નવા નવા કામો શરૂ કરવામાં આવ્યા છે. તૈયાર કામોનું લોકાર્પણ થઈ રહ્યું છે. પરંતુ ગ્રામીણ વિસ્તારોની તરફ ધ્યાન આપવામાં આવતું ન હોય પ્રજાજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

જેમાં પાલનપુર અને વડગામ તાલુકાના ગામના માત્ર ત્રણ કિલોમીટરના રસ્તા બિસ્માર બની ગયા હોવાથી પ્રજાજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ સાત રસ્તાઓ પાકા બનાવવા માટે મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ અંગે વડગામ તાલુકા ભાજપ કારોબારી સમિતિના સદસ્ય અને વણસોલ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ પચાંણભાઈ ધૂળિયાએ માર્ગ અને મકાન મંત્રી પુર્ણશ મોદીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, આઝાદીના વર્ષો પછી પણ માત્ર ત્રણ કિલો મીટરના રસ્તા પાકા ન હોવાથી અસંખ્ય વાહનચાલકો અને પ્રજાજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

આ રસ્તાઓ પાકા બનાવવા માટે અગાઉ સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાંં આવી પરંતુ તેને કોઈ નોંધ લેવાઈ નથી. આ ગ્રામીણ વિસ્તારને સાંકળતા માર્ગોને જોબ નંબર આપી સત્વરે પાકા બનાવવામાં આવે તેે ઈચ્છનીય છે. માત્ર ત્રણ ત્રણ કિલોમીટરના જ રસ્તા હોવાથી સરકારને પણ કોઈ મોટું ભારણ પડે તેમ નથી.

કયા ગામની સાંકળતા રસ્તાઓ કાચા છે
1. વણસોલ થી મજાતપુર
2. વણસોલ થી કમાલપુરા (ઘોડિયાલ) 3 કિલોમીટર
3. રૂપપુરા (ગોળા) થી ધનપુરા (જલોત્રા) 3 કિલોમીટર
4. મોટેટા ગામથી ધનપુરા હાઈવે
5. વણસોલ જલોત્રા રોડ મોટેટા પાટિયાથી ઢેલાણા વણસોલ રોડ
6. ઢેલાણા થી મજાતપુર ઢેલાણા થી અસમાપુરા
7. કરનાળા થી ધનાલી રોડ

અન્ય સમાચારો પણ છે...