ટેન્કરમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ:પાલનપુર તાલુકા પોલીસે જગાણા હાઈવે પરથી 24 લાખનો દારૂ ઝડપ્યો, એકની અટકાયત

બનાસકાંઠા (પાલનપુર)16 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર તાલુકાના જગાણા હાઇવે ઉપરથી ટેન્કરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સહિત કુલ રૂ 39 લાખ 14 હજાર થી વધુનો મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ સ્ટાફના માણસો જગાણા હાઈવે રોડ ઉપર પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલી હકીકત આધારે નાકાબંધી કરતા એક શંકાસ્પદ ટેન્કર RJ - 14 - GD - 6296 રોકાવી તપાસ કરતા મોટા પ્રમાણમાં દારૂ મળી આવતા પોલીસ ચાલક શ્રવણકુમાર અચલારામ જાખડ રહે.બાન્ડ તા.ગુડામાલાણી બાડમેર રાજેસ્થાન અટકાયત કરી દારૂની બોટલો કુલ નંગ 8259 જેની 24 લાખ 89 હજાર 706 નો મુદ્દામાલ ભરી હેરા ફેરી કરતા ટેન્કર તથા મોબાઈલ ફોન તથા રોકડ રકમ મળી કુલ મુદ્દામાલ સાથે નાકાબંધી દરમ્યાન મળી આવેલ અને ઈસમ તથા મળી આવેલ દારૂનો જથ્થો ભરી આપનાર ટુંકા નામવાળા રમેશ તથા સોનુકાકા તથા અન્ય ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...