આજે 14 નવેમ્બર દેશભરમાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે જન્મજયંતિ છે.જવાહર નહેરુનો જન્મદિવસ 14 નવેમ્બરે હતો અને તેઓ બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા. આ જ કારણ હતું કે બાળકો તેમને 'ચાચા નેહરુ' કહીને બોલાવતા હતા. બાળ દિવસની સંસ્થા દેશના ભવિષ્યના નિર્માણમાં બાળકોનું મહત્વ જણાવે છે. તેમજ આ દિવસે લોકોને બાળ અધિકારો વિશે જાગૃત કરવામાં આવે છે.
આ ઉદ્દેશથી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બાળદિનની ઉજવણી કરવામાં આવી હતી. કેટલાક બાળકો ચાચા નહેરુ બનીને આવ્યા હતા. તેમજ ચાચા નહેરુ અને બાળદિનની ઉજવણી શા માટે કરવામાં આવે છે જણાવ્યું હતું. બાળકોને વિવિધ રમતો રમાડવામાં આવી હતી. અને કેક કાપીને બાળદિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના કો-ઓર્ડીનેટર મફતભાઈ મજેળી, કે.કે. ગોઠી હાઇસ્કૂલના આચાર્ય મણિભાઈ સુથાર, મહેન્દ્રભાઇ પંચાલ, નરેશભાઈ ચંદાણી, સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્યા હેતલ રાવલ તેમજ તમામ સ્ટાફગણ હાજર રહ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.