• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • Palanpur Swastik Educational Complex Held A Unique Farewell Ceremony For The Students, The Present Students Took Their Leave By Bringing Snacks From Home.

અનોખો વિદાય સમારોહ:પાલનપુર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓનો અનોખો વિદાય સમારોહ યોજાયો, હાજર વિદ્યાર્થીઓએ ઘરેથી નાસ્તો લાવી વિદાય આપી

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર સંલગ્ન કે. કે. ગોઠી હાઈસ્કૂલ અને સ્વસ્તિક ઉચ્ચતર માધ્યમિક શાળા,પાલનપુર ધોરણ:8, 10 અને 12 ના બાળકોનો શુભેચ્છા સમારોહ ઉકરડા આશ્રમના મહંત ચીનુભારથી બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આ સમારોહમાં અનોખી રીત એ જોવા મળી હતી જે વિદાય આપતા બાળકો ઘરેથી નાસ્તો બનાવીને શાળામાં લાવ્યા હતા અને વિદાય લેતા ભાઈ બહેનો ને જોડે બેસાડીને સમરસતાના ભાવ સાથે નાસ્તો કરાવી પોતાના જીવનમાં ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ આપી હતી. સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પાલનપુર ની દીકરીઓએ પણ પોતાની સહકારી મંડળી થકી જાતે નાસ્તો બનાવીને નાના ભાઈ બહેનોને નાસ્તો કરાવીને શુભેચ્છાઓ આપી હતી. સાથે સાથે શાળા ગુરુજીઓ આચાર્ય આચાર્યઓ તેમજ મહેમાન હોય વિદાય લેતા દીકરા દીકરીઓ ખૂબ આગળ વધે એવા શુભ આશીર્વાદ આપ્યા હતા. શાળાના પ્રમુખ રમેશભાઈ પટેલ એ દીકરા દીકરીઓને આર્શીવાદ આપતા કહ્યું હતું કે, જીવનમાં આગળ વધવા માટે દરેક કામ નિષ્ઠા અને નૈતિકતાથી કરજો પછી જોજો સફળતા તમને શોધતા શોધતા તમારા દ્વાર સુધી આવશે મુક્ત મને પરીક્ષા આપજો અને સ્વસ્તિક માં જે સંસ્કાર મળ્યા છે એનું ક્યાંય લાંછન ન આવે તેનું ધ્યાન રાખજો. આપણે કોઈની લાઈનમાં ઊભા નથી રહેવું, લાઈન આપણી સામે હોવી જોઈએ એવી સફળતા પ્રાપ્ત કરો તેવી શુભકામનાઓ આપી હતી. ભૈરવ ઉપાસક ગિરીશ મહારાજ,તમામ વિભાગના આચાર્યઓ,સુપરવાઇઝરઓ, ગુરુજીઓ વિશાળ વાલીઓ અને ટ્રસ્ટઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...