કાર્યવાહી:પાલનપુર રેલવે પોલીસે ચોરીના રેલવે ક્રોસિંગની પાઇપો સાથે ત્રણને દબોચ્યા

પાલનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓવર હેડવાયરના થાંભલા પરના લોખંડની પાઈપોની ચોરી કરી હતી

દિયોદર રેલવે વિસ્તારમાં રેલવે ક્રોસિંગની પાઇપો ચોરી થયાની પાલનપુર રેલવે પોલીસ મથકે 20 જુલાઈએ ગુનો નોધવામાં આવ્યો હતો. જેને લઈ પાલનપુર રેલવેના પીઆઇ પરસરામ દ્વારા ટિમ બનાવી સબ-ઇન્સ્પેક્ટર રામફુલ મીણા, આ.સબ ઇન્સ્પેક્ટર ગોપાલસિંહ શેખાવત અને હેડ કોન્સ્ટેબલ જગદીશ દેસાઇ કોન્સ્ટેબલ નિલેશકુમાર સાથે દિયોદર જતા બાતમી મળી કે, સરદારપુરા ગામમાં પહોંચીને અને એક શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ રમેશજી રતુજી ઠાકોર (ઉં.વ.30, રહે.પાદરડી, દિયોદર ) શખ્સની સઘન પૂછપરછ કરતાં

તેણે સાથી મિત્ર દશરથ નેમાજી અને શાંતિજી અનુપજી (બંને રહે.સરદારપુરા તા.કાંકરેજ) ત્રણેય સાથે મળીને જસાલી-ધનકવાડા સ્ટેશનો વચ્ચે રેલવે લાઈન પાસે OHE (ઓવર હેડવાયર)ના થાંભલા પરના ATD (લટકી રહેલા વજન) ને સંતુલિત રાખવા માટે લગાવેલા લોખંડની પાઈપો રેલવે લેવલ ક્રોસિંગની પાઇપો ચોરી કરી હતી તે પાઇપો નાનોટા ગામના તળાવમાં સંતાડી હોવાનું કર્યાનું કબૂલ કર્યું હતું.પાઈપના ટુકડાઓની સંખ્યા 49 અને લંબાઈ 200 છે. જેની અંદાજિત કિંમત રૂ.15000 રેલવે પોલીસે હાલમાં આ ત્રણેયની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...