નિમણુંક:પાલનપુર પાલિકાને એક વર્ષ માટે નવાં પ્રમુખ મળ્યાં, હેતલબેન રાવલના નામ બાદ કિરણબેન રાવલ પર કળશ ઢોળાયો

પાલનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉની જેમ ભ્રષ્ટાચાર ન થાય એવી શુભકામના: વિપક્ષ
  • સભા અગાઉ સંગઠનના જવાબદાર નેતાઓ સિવાયના લોકોને બહાર મોકલવાનું કહેતા વિપક્ષે નારાજગી વ્યક્ત કરી

પાલનપુર પાલિકા પ્રમુખ હેતલબેન રાવલ અઢી વર્ષની ટર્મ પુરી કરે તે પહેલાં રાજીનામા બાદ નવા પ્રમુખ પદની ચૂંટણી સોમવારે બપોરે યોજાઇ હતી જેમાં શહેરને 1 વર્ષ માટે પૂર્વનગર સેવક દેવેન્દ્ર રાવલના પત્ની કિરણ બેનને ભાજપ દ્વારા મેન્ડેડ અપાતા નવા પ્રમુખ જાહેર કરાયા હતા. પાલનપુર નગરપાલિકાના પ્રથમ અઢી વર્ષના ટર્મ માટે અગાઉ હેતલબેન ને શહેરનું સુકાન સોંપાયું હતું પરંતુ આંતરિક ખટરાગ ના પગલે તેમણે પ્રમુખ પદેથી રાજીનામું આપી દેતા નવા પ્રમુખ ને લઇ કેટલાક નામો છેલ્લે સુધી ચર્ચામાં હતા.

દરમિયાન સોમવારે પાલનપુર પાલિકાના હોલમાં પ્રમુખની ચૂંટણી માટે મળેલી બેઠકમાં ભાજપ સંગઠન દ્વારા દેવેન્દ્રભાઈ રાવલના પત્ની કિરણબેનને મેન્ડેડ આપવામાં આવ્યું હતું. બાર વાગે શરૂ થયેલી સાધારણ સભામાં કોંગ્રેસ દ્વારા પણ અંકિતા ઠાકોરનું મેન્ડેડ કોંગ્રેસ દ્વારા જાહેર કરાયું હતું. જો કે બહુમતીના જોરે કિરણબેન રાવલને વિજેતા જાહેર કરાયા હતા. પ્રમુખની ચેમ્બરમાં જઈને તેમણે મિત્રો શુભેચ્છકોની શુભેચ્છાઓ સ્વીકારી હતી મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે "પાર્ટીએ ભરોસો મૂક્યો છે તે બદલ આભાર.

જ્યારે પ્રમુખ તરીકે ખુરશી પર બેસીશ ત્યારે વધુ વાત કરીશ." પાલિકા પ્રમુખની ચૂંટણી બંદ બારણે યોજવા માટે પ્રાંત અધિકારી સુશીલ પ્રમાણે નગર સેવક સિવાયના લોકો, મીડિયા કર્મીઓ અને સંગઠનના જવાબદાર નેતાઓ સિવાયના લોકોને બહાર મોકલવાનું કહેતા હોબાળો થયો હતો અને વિપક્ષી નેતા અંકિતાબેન ઠાકોરે પ્રાંત અધિકારીના આ નિર્ણયનો વિરોધ નોંધાવી સમગ્ર પ્રક્રિયા લોકશાહી ઢબે મીડિયાની હાજરીમાં કરવા કોંગ્રેસમાંથી કોઈ ગુનેગાર નથી પોલીસને કેમ અહીં અંદર રખાય છે તેમ કહી પોલીસને બહાર મોકલવાનું પ્રાંત અધિકારીને જણાવ્યું હતું.

મીડિયાને નગરસેવકોની પાછળ ઉભા રાખવાનું કહેતા મામલો શાંત પડ્યો હતો. " દેવેન્દ્ર રાવલને મહત્વની કારોબારી સમિતિ છેલ્લે 2010માં મળી હતી માત્ર એક વર્ષ માટે ત્યારબાદ દસ વર્ષ સુધી એક પણ કમિટીમાં દેવેન્દ્રભાઈને સ્થાન અપાયું ન હતું. ત્રીજી ટર્મમાં દેવેન્દ્રભાઈની જગ્યાએ તેમના પત્નીને ટિકિટ આપી હતી અને દોઢ વર્ષ સુધી આપી ન હતી. ત્યારે પ્રમુખ પદના સૌથી વધુ પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...