પાલનપુર વિધાનસભા ના કોંગ્રેસના ઉમેદવાર અને ચાલુ ધારાસભ્ય મહેશભાઈ પટેલે પાલનપુર પ્રાંત કચેરી પહોંચી કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જેમાં પાલનપુર નવા બસ્પોટથી લઈ પ્રાંત કચેરી સુધી ડીજેના તાલે મહારેલી યોજવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકર્તા સહિત મોટી સંખ્યામાં પાલનપુર વિધાનસભાના મતદારો જોડાયા હતા. મહેશભાઈ પટેલે પ્રાંત કચેરીમાં સરકારી ગોગા મહારાજના સાનિધ્યમાં પહોંચી ગોગા મહારાજના દર્શન કરી પ્રાંત કચેરીમાં પોતાનું ફોર્મ શુભ મુહૂર્ત જોઈ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ પાલનપુર કોંગ્રેસ ધારાસભ્ય મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, 2017ની ચૂંટણી ની અંદર મારાં મતદારોને હું પ્રમુખ માનું છું એ મારાંમાં વિશ્વાસ મુકે એ વિશ્વાસ મેં હંમેશા ટકાવી રાખવાનું કામ કર્યું છે. જે મને ગત ચૂંટણીમાં 92 હજાર મતદારોએ મારાં પર વિશ્વાસ કર્યોં હતો આવનારા સમયમાં એનાથી વિષેશ વિશ્વાસ મુકશે
પાલનપુર કોંગ્રેસના ઉમેદવાર અને ચાલુ ધારાસભ્ય મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે પાલનપુર વિધાનસભા ના ઉમેદવાર તરીકે ભારતીય રાષ્ટ કોંગ્રેસે ફરી ત્રીજી વાર કરી છે એનું કારણે એ છે પ્રામાણિકતા અને નિષ્ઠાથી કામ કર્યું છે અત્યારે પણ સમય પરમણીક માણસો ઓછા છે આપણે જોતા હોઈએ છે દરેક વિભાગની અંદર ઘણા બધા કર્મચારી મેં પણ જોયા છે પ્રામાણિકતા અને નિષ્ઠાથી કામ કરતા હોઈ છે પણ અમુક અધિકારીઓ જે ભસ્ટ અધિકારી ઓ હોઈ છે એના કારણે તમામ ને મુશ્કેલી પડતી છે ખાસ કરીને નવા કર્મચારી ઓ આવ્યા છે એમને વિનંતી છે આ દેશની પ્રગતિ ઈચ્છતા હોઈએ એવા દૂસન્સની અંદરના પડતા ગરીબ માધ્યમ વર્ગના લોકોનું કામ થાઈ એમાં રસ રાખશો તો મને આનંદ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.