દારૂની હેરાફેરી:પાલનપુર LCB પોલીસે રાજસ્થાનથી આવતી દારૂ ભરેલી કાર ઝડપી, 5.81 લાખનો મુદ્દામાલ જપ્ત

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે દારૂની ગાડી સહિત બે ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

બનાસકાંઠા એલસીબી પોલીસે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે. પોલીસે ગાડીમાંથી 1624 દારૂની બોટલ ઝડપી પાડી બે ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા એલસીબી પોલીસે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાડીમાંથી 2 લાખ 71 હજારનો દારૂ ઝડપી પાડયો છે. એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, એક શિફ્ટ ગાડી દારૂ ભરીને રાજસ્થાન તરફથી ગુજરાત તરફ આવનાર છે. જે આધારે એલસીબી પોલીસે ચેકિંગ દરમિયાન (GJ-01-RY-3001)માંથી 1624 દારૂની બોટલો મળી આવી હતી. જેની કિંમત 2 લાખ 71 હજાર 40 રૂપિયાનો દારૂ સહીત કુલ 5 લાખ 81 હજાર 40 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી બે ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...