‘દોસ્ત દોસ્ત ના રહા...’:પાલનપુરના હોટલ માલિકનું તેની જ કારમાં મિત્રએ અપહરણ કર્યું, છરી બતાવી 3 કરોડ ખંડણી માંગી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સિદ્ધપુરમાં મકાન બતાવવાનું કહી ઉઠાવી જઈ 1.59 લાખ પડાવ્યા, મિત્ર સહિત છ શખ્સો સામે ફરિયાદ
  • 22 કલાકમાં 300 કિલોમીટર કારમાં ફેરવી બહુચરાજી પાસે બે ફોનના સીમ ફેંકી છોડી મૂક્યા

પાલનપુર - ડીસા હાઇવે નજીક રામદેવનગરમાં રહેતા હોટલ માલિકનું સિધ્ધપુરના મિત્રએ મકાન જોવાના બ્હાને પાંચ શખ્સોની મદદથી ગુરૂવારે સાંજે તેમની જ કારમાં અપહરણ કર્યું હતું. અને સટ્ટામાં નાણાં હારી ગયો હોવાનું કહી છરી- ચપ્પાની અણીએ રૂ. 3 કરોડની ખંડણી માંગી હતી. તેમજ સોનાની ચેઇન, રોકડ રૂપિયા અને નાણાં બેંક ટ્રાન્સફર કરાવી કુલ 1.59 લાખ પડાવી લીધા હતા. આ અંગે હોટલ માલિકે પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં 6 શખ્સો સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

રામદેવનગરમાં રહેતા અને ડીસાના કુચાવાડા, દાંતીવાડાના ગુંદરીમાં હોટલ ધરાવતાં વિપુલકુમાર રમણીકલાલ શાહ (ઉ.વ.48)ને સિધ્ધપુરના પિયુશભાઇ નરેશભાઇ ઠક્કર સાથે 2017થી ઓળખાણ હતી. સિધ્ધપુર રહેવા ગયો હતો. તેનું મકાન વેચવાનો કોલ આવતાં વિપુલકુમાર તા. 29/6/2022ની સાંજે પોતાની કાર નં. જીજે. 24. એ. એ. 6929 લઇ પાલનપુર અમદાવાદ હાઇવે ગયા હતા.

સિદ્ધપુર પહોંચી પિયુશ ઠક્કર, દિપકભાઇ ઠક્કર અને મહેશભાઇ પંચાલને લઇ રાત્રે 9.30 કલાક પછી સિધ્ધપુર દેથળી રોડ નજીક પહોંચ્યા હતા. જ્યાં મકાન અંગે પૃચ્છા કરતાં કાર ત્યાં ઉભી રખાવી હતી. અને સ્કોર્પિયો ગાડીમાં ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા. જે પછી છરી અને ચપ્પાની અણીએ વિપુલકુમારને તેમની જ કારમાં પાછળની સીટમાં બંધી બનાવ્યા હતા. અને પિયુશ ઠક્કરે પોતે સટ્ટામાં નાણાં હારી ગયો હોવાનું કહી 3 કરોડની ખંડણી માંગી અપહરણ કર્યું હતું.

શોધતાં શોધતાં પાલનપુરના મિત્રોને પોલીસ સમજીને અંતે હોટલ માલિકને છોડી મૂક્યા
પહોટલ માલિકે રૂપિયા 10 લાખનો હવાલો કરતાં સ્કોર્પિયોમાં આવેલા સહિતના 6 શખ્સો અમદાવાદ અડાલજ વૈષ્ણોદેવી સર્કલ ખોરજ ખોડીયાર બ્રીજ લઇ ગયા હતા. જોકે, પાલનપુરના મિત્રો યોગેશભાઇ દેવેન્દ્રભાઇ સોની, હાર્દિકભાઇ કનુભાઇ નાયી, ભરતભાઇ પંચાલ શોધવા માટે ત્યાં પહોચ્યા હતા. જેમને પોલીસ સમજી અને ફોનનું લોકેશનથી ઝડપાઇ જશે તેવો ડર બતાવતાં અપહરણકર્તાઓ કડીથી આગળ વિઠલાપુર ચોકડી પહેલા નહેર પાસે સાદા ફોનનું સીમ અને ફોન ફેંકી દઇ તેમજ એન્ડ્રોઇડફોનનું સીમ ફેંકી દઇ મોબાઇલ પરત આપ્યો હતો. અને બહુચરાજી નજીક કાર તેમને આપી ત્રણેય જણાં પાછળ આવતી સ્કોર્પિયોમાં બેસીને ફરાર થઇ ગયા હતા. જ્યાંથી વિપુલકુમાર બહુચરાજી પોલીસ મથકે ગયા હતા. અને પોતાના પુત્રને ફોન કરાવી મિત્રો સાથે ઘરે પરત ફર્યા હતા.

સિદ્ધપુરથી બહુચરાજી સુધી ગાડીમાં ગોંધી રાખ્યા
તા.29 જૂનની સાંજે 6 કલાકે નીકળેલા વિપુલકુમારને કારમાં રહેલી ચાદરથી હાથ બાંધી પાછળની સીટમાં બેસાડવામાં આવ્યા હતા. પિયુશ ઠક્કરે ડ્રાયવિંગ કર્યુ હતુ. જેમને સિધ્ધપુરથી સેસા, પાટણ, સબાસણા, ચાણસ્મા, મહેસાણા બાયપાસ થઇ નંદાસણ, અમદાવાદ, કડી અને બહુચરાજી નજીક બીજા દિવસે તા 30 જૂનની સાંજે 4.00 કલાકે છોડી મુકી અપહરણકર્તાઓ ફરાર થઇ ગયા હતા.

પાલનપુરના મિત્રો શોધતાં શોધતાં આવી જતાં ભાગ્યા
​​​​​​​ખંડણીની રકમ પૈકી રૂ. 10 લાખ માટે હોટલ માલિકે તેમના મિત્ર તંન્જીલભાઇ સિધીને ફોન કરી નંદાસણ મહેશભાઇ પંચાલના મોબાલ ઉપર કરવાનું કહ્યંુ હતુ. જોકે, તે પછી આ શખ્સોએ અમદાવાદ નાણાં મોકલવાનું કહ્યું હતંુ. પાલનપુરના મિત્રો શોધતા- શોધતાં ત્યાં આવી જતાં બાજી બગડી હતી.

અન્ય સમાચારો પણ છે...